મસ્કે શનિવારે નિયંત્રણ વિશે જણાવ્યું હતું કે અનવેરિફાઇડ અકાઉન્ટ્સ ટેમ્પરરી રોજની ૬૦૦ પોસ્ટ્સ જ જોઈ શકશે,
ઇલૉન મસ્ક
ટ્વિટરના બૉસ ઇલૉન મસ્કે યુઝર્સ રોજ કેટલી ટ્વીટ્સ જોઈ શકે એની લિમિટ લાદી છે. મસ્કે જણાવ્યું છે કે આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કીમતી ડેટાની સુરક્ષા માટે તેમણે આ નિયંત્રણ મૂક્યું છે. હવે આ સાઇટ પર ટ્વીટ્સ અને પ્રોફાઇલ્સ જોવા માટે લોકોએ લૉગ-ઇન કરવું પડશે.
મસ્કે શનિવારે નિયંત્રણ વિશે જણાવ્યું હતું કે અનવેરિફાઇડ અકાઉન્ટ્સ ટેમ્પરરી રોજની ૬૦૦ પોસ્ટ્સ જ જોઈ શકશે, જ્યારે વેરિફાઇડ અકાઉન્ટ્સ ૬,૦૦૦ જેટલી પોસ્ટ્સ જોઈ શકશે. જોકે ટ્વિટર પર તેમની ટીકા થયા બાદ તેમણે અનવેરિફાઇડ અકાઉન્ટ્સ માટે આ મર્યાદા વધારીને ૮૦૦ પોસ્ટ્સ, જ્યારે વેરિફાઇડ અકાઉન્ટ્સ માટે ૮,૦૦૦ પોસ્ટ્સ કરી હતી. જોકે આખરે તેમણે અનવેરિફાઇડ અકાઉન્ટ્સ માટે વ્યુ લિમિટ ૧,૦૦૦, જ્યારે વેરિફાઇડ અકાઉન્ટ્સ માટે ૧૦,૦૦૦ ટ્વીટ્સની રાખી હતી.


