Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સમગ્ર શ્રીલંકામાં કરફ્યુ, વડા પ્રધાને આપ્યું રાજીનામું

સમગ્ર શ્રીલંકામાં કરફ્યુ, વડા પ્રધાને આપ્યું રાજીનામું

10 May, 2022 10:22 AM IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાસક પાર્ટીના સપોર્ટર્સે સરકાર વિરોધી પ્રદર્શનકર્તાઓ પર હુમલા કર્યા

કોલંબોમાં પ્રેસિડન્ટની ઑફિસની બહાર ગઈ કાલે સરકારના સમર્થકો અને પ્રદર્શન કરનારાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

કોલંબોમાં પ્રેસિડન્ટની ઑફિસની બહાર ગઈ કાલે સરકારના સમર્થકો અને પ્રદર્શન કરનારાઓ વચ્ચે અથડામણ થઈ હતી.


શ્રીલંકામાં આર્થિક કટોકટીના લીધે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અહીં કોલંબોમાં ખૂબ જ હિંસા બાદ સમગ્ર શ્રીલંકામાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. શ્રીલંકાની શાસક પાર્ટીના સપોર્ટર્સ રાજધાની કોલંબોમાં મુખ્ય વિરોધ-પ્રદર્શનના સ્થળે ધસી ગયા હતા. તેમણે સરકાર વિરોધી પ્રદર્શનકર્તાઓ પર હુમલા કર્યા હતા. પોલીસ દ્વારા પ્રદર્શનના સ્થળેથી હિંસક ટોળાને વિખેરવા માટે અશ્રુવાયુના સેલ છોડવામાં આવ્યા હતા. 
ભારે વિરોધના કારણે આખરે શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્સેએ ગઈ કાલે રાજીનામું આપ્યું હતું, જેના પગલે આ દેશમાં નવી કૅબિનેટ રચાય એવી શક્યતા છે. 
નોંધપાત્ર છે કે પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્સેએ શુક્રવારે એક સ્પેશ્યલ મીટિંગમાં આ દેશમાં અત્યારની રાજકીય કટોકટીના ઉકેલ તરીકે વડા પ્રધાનને રાજીનામું આપવા જણાવ્યું હતું. 
હવે વડા પ્રધાને રાજીનામું આપ્યું છે ત્યારે પ્રેસિડન્ટ રાજપક્સે સર્વ પક્ષીય કૅબિનેટની રચના કરવા માટે તમામ પૉલિટિકલ પાર્ટીઓને સંસદભવનમાં આમંત્રણ આપે એવી શક્યતા છે. 
આ પહેલાં વિપક્ષ સમગી જન બલવેગયાએ કન્ફર્મ કર્યું હતું કે તેના નેતા સજિથ પ્રેમદાસા વચગાળાની સરકારમાં પીએમનું પદ નહીં સ્વીકારે. 
શ્રીલંકામાં પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્સેની વિરુદ્ધ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારે વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે, કેમ કે અહીં ખાદ્યસામગ્રી અને દવાઓની ભારે શૉર્ટેજ છે. 
અથડામણમાં શાસક પાર્ટીના સંસદસભ્ય માર્યા ગયા
શ્રીલંકાની શાસક પાર્ટીના સપોર્ટર્સે 
વિરોધ-પ્રદર્શન કરી રહેલા લોકો પર હુમલો કર્યો હતો. દરમ્યાન શાસક પાર્ટીના સંસદસભ્ય અમરકીર્થી અથુકોરલાએ નિત્તમબુવામાં તેમની કારને રોકવાની કોશિશ કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે જણને ગંભીર રીતે ઈજા થઈ હતી. બાદમાં નજીકની એક બિલ્ડિંગમાં આશરો લેવાની કોશિશ દરમ્યાન તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2022 10:22 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK