સિંગરે કહ્યું કે તે એવા ઘરે ગઈ હતી જ્યાં પહેલાથી જ કોવિડ સંક્રમિત લોકો હતા
પ્રતીકાત્મક તસવીર
જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) ચીન (China)માં ફરી એકવાર હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને તેની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે એક સમાચારે બધાને ચોંકાવી દીધા છે. મીડિયા અહેવાલો મુજબ ચીનની ખૂબ જ પ્રખ્યાત ગાયિકા જેન ઝાંગે (Jane Zhang) જાણીજોઈને પોતાને કોરોના સંક્રમિત કરી છે. આ ખુલાસા બાદ દરેક લોકો ચીની સિંગરને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
સિંગરે સોશિયલ મીડિયા પર માફી માગી
ADVERTISEMENT
સિંગરે સોશિયલ મીડિયા (Social Media) પર ખુલાસો કર્યો હતો કે તેણે જાણીજોઈને પોતાને કોરોના વાયરસના સંપર્કમાં આવી હતી. સિંગરે કહ્યું કે તે એવા ઘરે ગઈ હતી જ્યાં પહેલાથી જ કોવિડ સંક્રમિત લોકો હતા. જોકે તે એક દિવસમાં સાજી થઈ ગઈ હતી, પરંતુ સોશિયલ મીડિયા પર આ ખુલાસા બાદ સિંગરને ઘણો ટ્રોલ કરવામાં આવી રહી છે. ઘણી ટીકાઓનો સામનો કર્યા પછી, ગાયિકા જેન ઝાંગે તેની પોસ્ટ કાઢી નાખી અને માફી પણ માગી છે.
જેન ઝાંગે જાણીજોઈને પોતાને કોરોના સંક્રમિત કરવાનું કારણ પણ જણાવ્યું છે. તેણીએ કહ્યું કે તે નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે સંગીત કાર્યક્રમની તૈયારી કરી રહી છે અને તે ઈચ્છતી હતી કે ડિસેમ્બરના અંતમાં સંગીત કાર્યક્રમમાં તેને ચેપ ન લાગે. એટલા માટે તેણે જાણીજોઈને પોતાને કોરોના સંક્રમિત કરી. સિંગરે કહ્યું કે, "મને ચિંતા હતી કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પરફોર્મન્સ દરમિયાન મારી સ્થિતિ પર અસર થશે, તેથી હું એવા લોકોના મળી જે કોરોના પોઝિટિવ હતા. કારણ કે મારી પાસે હાલમાં વાયરસથી સાજા થવાનો સમય છે.”
એક દિવસ રહ્યા લક્ષણો
38 વર્ષીય ગાયિકાએ કહ્યું કે તાવ, ગળામાં દુખાવો અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો શરૂ થયા પછી તેણે આરામ અકર્યો હતો. ઝાંગે કહ્યું કે તેના લક્ષણો કોવિડના દર્દી જેવા જ હતા, પરંતુ માત્ર એક દિવસ સુધી જ રહ્યા. તેણે કહ્યું કે, "એક દિવસ અને રાતની ઊંઘ પછી, કોઈ લક્ષણો રહ્યા ન હતા... મેં પુષ્કળ પાણી પીધું અને હું સયાજી થઈ. મેં કોઈ દવા કે વિટામિન સીની ગોળીઓ લીધી ન હતી.”
આ પણ વાંચો: China Coronavirus: હોસ્પિટલમાં બેડની તો મેડિકલમાં દવાની અછત, લોકોની કફોડી હાલત
સિંગરના ચાહકો પણ ગુસ્સે થયા
અહેવાલ મુજબ, "ડોલ્ફિન પ્રિન્સેસ"નું હુલામણું નામ ધરાવતી ગાયિકા 2005માં રાષ્ટ્રીય ગાયન સ્પર્ધા જીત્યા બાદ લગભગ બે દાયકાથી ચીનમાં લોકપ્રિય સંગીત સ્ટાર રહી છે. હાલમાં તેના ફેન્સ પણ તેના આ કૃત્યથી ખૂબ નારાજ છે.


