ચીનની હોસ્પિટલોમાં પણ ICU બેડની અછત છે. દવાની દુકાનોમાં લાંબી કતારો જોવા મળી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને કારણે ચીન(China)માં ફરી એકવાર હોબાળો મચી ગયો છે. અહીં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોનાના કેસોમાં ઉછાળાનું કારણ ઝીરો કોવિડ પોલિસીમાં આપવામાં આવેલી છૂટછાટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ રહ્યો છે. કેટલાક ડૉકટરો કોરોના પોઝિટિવ હોવા છતાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
હોસ્પિટલોમાં ICU બેડની અછત
ADVERTISEMENT
ચીનની હોસ્પિટલોમાં પણ ICU બેડની અછત છે. દવાની દુકાનોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. દવાની અછતને કારણે તેના ભાવમાં અનેકગણો વધારો થયો છે. હાલમાં ચીનમાં એક કોરોના સંક્રમિત અન્ય 16 લોકોને સંક્રમિત કરી રહ્યો છે. વૃદ્ધોને કોરોનાથી સૌથી વધુ જોખમ છે અને તે ચીન માટે પણ ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે હજુ પણ ઘણા વૃદ્ધોને રસી આપવામાં આવી નથી. નિષ્ણાતોના મતે, જો સ્થિતિ આવી જ રહી તો 2023 સુધીમાં ચીનમાં કોરોનાના કારણે 10 લાખથી વધુ લોકોના મોત થશે.
આ પણ વાંચો:ચીનમાં ૨૦૨૨માં કોરોનાનું ટ્વેન્ટી૨૦
ચીનના ઝુહાઈમાં હોસ્પિટલના કોરિડોરમાં સ્ટ્રેચર પર મૃતદેહો લાઇનમાં છે. મૃતદેહો રાખવા માટે શબઘરમાં જગ્યા બચી નથી. બેઇજિંગની હાલત ઝુહાઈ કરતા પણ ખરાબ છે. અહીંની ચુયાંગલુ હોસ્પિટલની હાલત એવી છે કે દર્દી અને મૃતદેહ એક જ રૂમમાં છે. એક તરફ લોકો પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે, તો તેની બરાબર બાજુમાં અનેક મૃતદેહો રાખવામાં આવ્યા છે.
સત્તાવાર આંકડાઓમાં માત્ર શ્વાસની તકલીફને કારણે થયેલા મૃત્યુની નોંધ કરવામાં આવશે.
ચીનના નેશનલ હેલ્થ કમિશનનું કહેવું છે કે સત્તાવાર આંકડામાં માત્ર કોવિડ-19માં `શ્વસન નિષ્ફળતા`ના કારણે થયેલા મૃત્યુનો સમાવેશ કરવામાં આવશે. દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબ-વેરિઅન્ટથી સંબંધિત ચેપના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીન હાલમાં મુખ્યત્વે અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના બે પેટા-ચલો BA.5.2 અને BF.7થી પ્રભાવિત છે.

