Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એલિસ હૂવાંગ માત્ર ચહેરો, એન્વિડિયાની AI ચિપની દાણચોરીના નેટવર્કનો અસલી માસ્ટરમાઇન્ડ લી મિંગ

એલિસ હૂવાંગ માત્ર ચહેરો, એન્વિડિયાની AI ચિપની દાણચોરીના નેટવર્કનો અસલી માસ્ટરમાઇન્ડ લી મિંગ

Published : 23 November, 2026 11:12 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એન્વિડિયાની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ ચીન પહોંચાડવા માટે વાપરવામાં આવતા નેટવર્ક વિશે એક નવો ખુલાસો થયો છે

ચાઇનીઝ વેપારી લી મિંગ

ચાઇનીઝ વેપારી લી મિંગ


એન્વિડિયાની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ ચીન પહોંચાડવા માટે વાપરવામાં આવતા નેટવર્ક વિશે એક નવો ખુલાસો થયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સિંગાપોરની કંપની મેગાસ્પીડમાં સિનિયર પોઝિશનમાં કામ કરતી ઍલિસ હૂવાંગ આ નેટવર્કનો માત્ર એક ચહેરો હતી અને પડદા પાછળ બાવન વર્ષનો ચાઇનીઝ વેપારી લી મિંગ કામ કરી રહ્યો હતો. તેણે 
સાઉથ-ઈસ્ટ એશિયામાં ઘણી કંપનીઓનું નેટવર્ક તૈયાર કર્યું હતું. આ કંપનીઓની મદદથી તે અમેરિકાના પ્રતિબંધો છતાં એન્વિડિયાની ઍડ્વાન્સ્ડ AI ચિપ ચીન પહોંચાડતો હતો.
એવી પણ જાણકારી મળી છે કે લી મિંગ મેગાસ્પીડ કંપનીના કામકાજમાં સક્રિય હતો અને કંપનીના મોટા નિર્ણયોમાં તેની મહત્ત્વની ભૂમિકા હતી. તેની સામે એક છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે અને હાલમાં તે જામીન પર બહાર છે. તે સિંગાપોરમાં ચાઇનીઝ દૂતાવાસની પાસે એક આલીશાન વિલામાં રહે છે. ઍલિસ હૂવાંગ અને તેના પતિ કાંગ વેઈ સાથે લી મિંગના સારા સંબંધો છે. જ્યારે અમેરિકાની સરકારે ચીનને ઍડ્વાન્સ્ડ AI ચિપ વેચવા પર પ્રતિબંધ લગાવ્યા ત્યારે આ ત્રણેય જણે સાઉથ-ઈસ્ટ એશિયામાં કંપનીઓનું નેટવર્ક તૈયાર કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 11:12 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK