Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અલી ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનમાં ક્યાંક ખુશી, ક્યાંક ગમ

અલી ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનમાં ક્યાંક ખુશી, ક્યાંક ગમ

Published : 02 March, 2026 12:09 PM | IST | iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ અને દેશભરમાં શિયા મુસ્લિમોએ શોક વ્યક્ત કર્યો હતો અને હત્યાની નિંદા કરવા માટે દેશભરમાં વિરોધ-પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં

ખામેનેઈની સળગતી તસવીરથી સિગારેટ સળગાવીને ફેમસ બનેલી યુવતીનો ખુશી વ્યક્ત કરતો વિડિયો વાઇરલ

ખામેનેઈની સળગતી તસવીરથી સિગારેટ સળગાવીને ફેમસ બનેલી યુવતીનો ખુશી વ્યક્ત કરતો વિડિયો વાઇરલ


તેહરાનમાં ક્યાંક ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો

ખામેનેઈના કટ્ટર વિરોધીઓએ તેહરાનમાં ગાડીઓ કાઢીને હૉર્ન વગાડીને સેલિબ્રેશન કર્યું હતું. ઘણા વિસ્તારોમાં તો લોકોએ ઘરની બાલ્કનીમાં આવીને મોટે-મોટેથી મ્યુઝિક વગાડ્યું હતું અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. થોડા સમય પહેલાં ઈરાનમાં થયેલા પ્રદર્શન વખતે ખામેનેઈની સળગતી તસવીરથી સિગારેટ સળગાવીને ફેમસ બનેલી યુવતી ખુશીથી ઝૂમતી હોય એવો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો. કૅનેડામાં રહેતી મૉન્ટિર્સિયા એડમ્સ નામની આ યુવતીએ કૅનેડાથી ઈરાન સરકાર વિરુદ્ધ નીકળેલી રૅલીમાં ખુશી વ્યક્ત કરતો વિડિયો પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું હતું, ‘મેં કહ્યું હતું કે અમે તારી કબર પર નાચીશું, હેંને?’



શિયા સમુદાયના લોકોએ ડેથ ટુ અમેરિકાના નારા લગાવ્યા 


ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનમાં ઇઝરાયલ-અમેરિકાના હુમલા વિરુદ્ધ ભારે પ્રદર્શન થઈ રહ્યું છે. ઈરાનનાં અલગ-અલગ શહેરોમાં લોકો રોડ પર ઊતરી આવ્યા છે. તેહરાનમાં રોડ પર ઊતરી આવેલા શિયા મુસ્લિમો ભારે ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. તેમના સમર્થકરોએ ‘ડેથ ટુ અમેરિકા’ના નારા લગાવ્યા હતા. પ્રોટેસ્ટ દરમ્યાન લોકો નારા લગાવી રહ્યા હતા, ‘એક ખામેનેઈ હણ્યા તો હજાર ખામેનેઈ પેદા થશે, અમેરિકા-ઇઝરાયલ ચીટર છે...’

મુંબઈના શિયા મુસ્લિમોએ ખામેનેઈ ઝિંદાબાદના નારા લગાવ્યા, દિલ્હીની ઈરાન કૉન્સ્યુલેટમાં ઈરાનનો ધ્વજ અડધી કાઠીએ લહેરાયો


ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈ અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યાના સમાચાર પછી મુંબઈ અને દેશભરમાં શિયા મુસ્લિમોએ શોક વ્યક્ત કર્યો હતો અને હત્યાની નિંદા કરવા માટે દેશભરમાં વિરોધ-પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં. મુંબઈના ગોવંડીનાં દૃશ્યોમાં મોટી સંખ્યામાં લોકો ‘ખામેનેઈ ઝિંદાબાદ’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. 
દિલ્હીમાં ઈરાન કૉન્સ્યુલેટમાં શોક વ્યક્ત કરવા માટે ઈરાનનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 12:09 PM IST | iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK