એશિયા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું રીજન છે અને તમામ વૈશ્વિક મહાસત્તાઓ એશિયામાં એમનું વિસ્તરણ કરવા ઇચ્છે છે.
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયાની થિન્ક ટૅન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટના એશિયા પાવર ઇન્ડેક્સ-2024ના રિપોર્ટમાં એશિયામાં ભારતની તાકાત વધી હોવાનું જણાવવામાં આવ્યું છે અને પહેલી વાર જપાનને પાછળ ધકેલીને ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. પહેલા સ્થાને અમેરિકા, બીજા સ્થાને ચીન અને ત્રીજા સ્થાને ભારત છે. ત્યાર બાદ ચોથા સ્થાને જપાન અને પાંચમા સ્થાને ઑસ્ટ્રેલિયા છે.
આ મુદ્દે માહિતી અને પ્રસારણ ખાતાએ જણાવ્યું હતું કે એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતનો ત્રીજો નંબર એના જબરદસ્ત આર્થિક વિકાસ અને યુવાધનના કારણે છે, આથી આ પ્રદેશમાં એનું વર્ચસ્વ વધ્યું છે. એનાથી દેશનું જિયોપૉલિટિકલ સ્થાન મજબૂત બન્યું છે.
ADVERTISEMENT
એશિયા-પૅસિફિક રીજનમાં પાવર ડાઇનૅમિક્સની ગણતરી માટે ૨૦૧૮માં ઑસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટે આ ઇન્ડેક્સની શરૂઆત કરી હતી. એશિયા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું રીજન છે અને તમામ વૈશ્વિક મહાસત્તાઓ એશિયામાં એમનું વિસ્તરણ કરવા ઇચ્છે છે.