ઇમ્પોર્ટર-એક્સપોર્ટર જયેશ છેડાને લૂંટવા આવેલા લોકોએ ફાયરિંગ કર્યું એમાં જીવ ગયો
જયેશ છેડા
નાનપણથી ઘાટકોપર (ઈસ્ટ)માં અને પછી પવઈમાં રહેતા ઈસ્ટ આફ્રિકાના દેશ મૅડગૅસ્કરના મજેન્ડાના ચોખાના ઇમ્પોર્ટર અને કઠોળના એક્સપોર્ટર જયેશ છેડા પર શુક્રવારે ભારતીય સમય પ્રમાણે રાતના ૯.૩૦ વાગ્યે સ્થાનિક અસામાજિક તત્ત્વોએ તેમનાં પત્ની ઉમાબહેન સામે જ તેમને લૂંટીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવમાં ૫૭ વર્ષના કચ્છી વીસા ઓસવાળ જૈન જયેશભાઈનું મૃત્યુ થવાથી મુંબઈના કચ્છી જૈન સમાજમાં અને દેશના ચોખા-કઠોળના એક્સપોર્ટર-ઇમ્પોર્ટર સમુદાયમાં ખળભળાટ અને આઘાત ફેલાયો હતો.