MBAના વિદ્યાર્થી ભૂષણ વાઘે યુનિવર્સિટી સાથે શૅર કરેલા એક વિડિયો-મેસેજમાં કહ્યું હતું કે ‘અમે સલામત છીએ`
બર દુબઈની હોટેલમાં બધાસલામત હોવાની સ્ટુડન્ટ્સે આપી માહિતી
ઈરાનના હુમલા બાદ દુબઈ ઍરસ્પેસ બંધ કરવામાં આવી છે જેને કારણે પુણેની એક બિઝનેસ સ્કૂલના માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA)ના ૮૦ વિદ્યાર્થીઓ અને ૪ ટીચર દુબઈમાં ફસાઈ ગયા છે. ઇન્દિરા સ્કૂલ ઑફ બિઝનેસ સ્ટડીઝ (ISBS)ના વિદ્યાર્થીઓ પાંચ દિવસની સ્ટડી-ટૂરના ભાગરૂપે દુબઈ ગયા હતા. એમાંથી ૪૦ વિદ્યાર્થીઓ શનિવારે પુણે પાછા ફરવાના હતા, જ્યારે બાકીના ૪૪ વિદ્યાર્થીઓ રવિવારે ફ્લાઇટમાં બેસવાના હતા. આ તમામ વિદ્યાર્થીઓ અને ટીચર્સને દુબઈમાં જ રહેવાની ફરજ પડી છે.
ISBSના ડીન જનાર્દન પવારે સ્ટુડન્ટ્સની સલામતીની ખાતરી આપતાં કહ્યું હતું કે ‘બધા સ્ટુડન્ટ્સ સુરક્ષિત છે અને તેમને બર દુબઈની હોટેલમાં ખસેડવામાં આવ્યા છે. અમે સતત તેમના અને વાલીઓના સંપર્કમાં છીએ. અમે મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સ તેમ જ મિનિસ્ટ્રી ઑફ સિવિલ એવિએશન સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ. તેમને વહેલી તકે પાછા લાવવામાં આવશે.’
MBAના વિદ્યાર્થી ભૂષણ વાઘે યુનિવર્સિટી સાથે શૅર કરેલા એક વિડિયો-મેસેજમાં કહ્યું હતું કે ‘અમે સલામત છીએ. કૉલેજ રહેવા-ખાવાનો ખર્ચ ઉઠાવી રહી છે અને અમારી સાથે સતત સંપર્કમાં છે.’
ADVERTISEMENT
- અર્ચના દહીવાલ
