ગુજરાતના પૂર્વ રાજ્ય રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલ રાજવી પરિવારના પ્રથમ સભ્ય છે જેઓ તેમની સમલૈંગિકતા વિશે ખુલીને વાત કરે છે. જૂન એ ગૌરવપૂર્ણ મહિનો હોવાને કારણે ગુજરાતી મિડ-ડે ડોટ કોમે તેમને 2006માં બહાર આવ્યા પછી વસ્તુઓ કેવી રીતે બદલાઈ છે તે વિશે થોડા પ્રશ્નો પૂછ્યા હતા. કેવી રીતે માતા-પિતા હવે LGBTQ સમુદાયના બાળકને સ્વીકારવા માટે પહેલા કરતાં વધુ ખુલ્લા છે તે મુદ્દે તેમણે પ્રકાશ ફેંક્યો. ખાસ કરીને તેની માતા સાથેના પોતાના સંઘર્ષને પણ શેર કર્યો. તેણે કેટલીક સારી ઘટનાઓ વિશે પણ વાત કરી અને હોમોફોબિયા વિશે પણ ચર્ચા કરી.