Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ૧૨ શહેરમાં તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું રહ્યું

ગુજરાતમાં ૧૨ શહેરમાં તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું રહ્યું

17 January, 2023 11:37 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વધુ પડતી ઠંડીના કારણે રાજકોટ જિલ્લામાં સવારની સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી) Weather Update

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)


અમદાવાદ : સતત બીજા દિવસે પણ ઠંડીનો ચમકારો ગુજરાતે અનુભવ્યો હતો. એમાં પણ ગઈ કાલે નલિયામાં ઠંડીનો પારો ગગડીને બે ડિગ્રી થતાં નલિયા અને આસપાસનો વિસ્તાર ઠંડોગાર થઈ ગયો હતો. એટલું જ નહીં, કોલ્ડ વેવની સાથે ગુજરાતમાં ૧૨ નાનાં-મોટાં શહેર અને બે જિલ્લામાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની અંદર જતાં નાગરિકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. વધુ પડતી ઠંડીના કારણે રાજકોટ જિલ્લામાં સવારની સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ પારો નીચે જતાં નાગરિકો ઠંડીનો સામનો કરી રહ્યા છે. નલિયામાં બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ ઉપરાંત ગાંધીનગરમાં ૫.૩, પોરબંદરમાં ૬.૨, ડીસામાં ૭, રાજકોટ અને જામનગરમાં ૭.૩, વલસાડમાં ૭.૭, કંડલામાં ૯.૧, અમદાવાદ અને ભુજમાં ૭.૬ ડિગ્રી મિનિમમ તાપમાન રહેવા પામ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 11:37 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK