Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૧૧૧૧ અખંડ દીવાની ઝળહળતી જ્યોત

૧૧૧૧ અખંડ દીવાની ઝળહળતી જ્યોત

Published : 19 October, 2026 04:12 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવરાત્રિમાં વડોદરા જિલ્લાના શેરખી ગામે ગાયત્રી આશ્રમમાં રેલાયો દિવ્ય પ્રકાશઃ દીવાઓમાં પુરાઈ રહ્યું છે ૧૫૦૦ કિલો ગાયનું ઘી : ૧૨ પંડિતો રાખી રહ્યા છે ધ્યાન

૧૧૧૧ અખંડ દીવાની ઝળહળતી જ્યોત

૧૧૧૧ અખંડ દીવાની ઝળહળતી જ્યોત


મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના શેરખી ગામે આવેલા ગાયત્રી આશ્રમમાં નવરાત્રિનો તહેવાર ભક્તિભર્યા માહોલમાં ઊજવાઈ રહ્યો છે જ્યાં ૧૦ દિવસ સુધી ૧૧૧૧ અખંડ દીવાઓની જ્યોત પ્રજ્વલિત રહેશે. આશ્રમ દ્વારા સતત ૧૧મા વર્ષે આધ્યાત્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યું છે જેમાં ૧૧૧૧ અખંડ દીવાઓની જ્યોત દિવ્ય પ્રકાશ પાથરી રહી છે. અગણિત માઈભક્તો ૧૧૧૧ દીવાઓની જ્યોતનાં દર્શન કરવા આશ્રમે આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
૧૧૧૧ દીવાઓની જ્યોતને અખંડ રાખવા માટે પાંચ શક્તિપીઠો અને ૮ જાગૃત મંદિરો સહિત ૧૩ પવિત્ર સ્થળો પરથી જ્યોત આશ્રમમાં લાવવામાં આવી હતી અને એના દ્વારા ૧૧૧૧ દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. ૧૧૧૧ દીવાઓને અખંડિત રાખવા માટે કાળજી લેવામાં આવે છે. ૧૦ દિવસ દરમ્યાન અંદાજે ૧૫૦૦ કિલો ગાયનું ઘી વાપરવામાં આવશે. દીવાઓમાં ૧૨ પંડિતો ગાયનું ઘી પૂરી રહ્યા છે અને દીવાઓનું ધ્યાન રાખી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 04:12 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK