જો પ્રદેશપ્રમુખની ચૂંટણી માટે એક જ ફૉર્મ ભરાશે તો સંભવિત રીતે આજે ગુજરાત BJPના નવા પ્રદેશપ્રમુખ જાહેર થઈ શકે છે
સી. આર. પાટીલ
ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશપ્રમુખની ચૂંટણી ગઈ કાલે જાહેર થઈ છે. ૨૦૨૦ જુલાઈથી ગુજરાત BJPના પ્રદેશપ્રમુખ તરીકે કાર્યરત સી. આર. પાટીલના સ્થાને હવે નવા પ્રદેશપ્રમુખ ચૂંટાશે અને એ માટે ચૂંટણીપ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર થયો છે. જો પ્રદેશપ્રમુખની ચૂંટણી માટે એક જ ફૉર્મ ભરાશે તો સંભવિત રીતે આજે ગુજરાત BJPના નવા પ્રદેશપ્રમુખ જાહેર થઈ શકે છે, નહીંતર શનિવારે જાહેર થશે.c


