પકડાયેલા શખ્સનું નામ અલી મેઘાત અલઝહેર છે અને એની પાસેથી ૩૬૦૦ ડૉલર અને ૨૫,૦૦૦ રૂપિયા ઇન્ડિયન કરન્સી મળ્યાં છે
સિરિયાના નાગરિકની ધરપકડ
અમદાવાદમાં ગાઝાના નામે મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતા સિરિયાના એક નાગરિકની ધરપકડ થઈ છે. ટૂરિસ્ટ વીઝા પર સિરિયાથી ૪ લોકો ભારત આવ્યા હતા. તેઓ પોતાની ઓળખ ગાઝાના નાગરિકો તરીકે આપીને અમદાવાદની મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવીને એનો ઉપયોગ વૈભવી જીવન જીવવા કરતા હતા. આ ૪માંના એક જણને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો અને નાસી છૂટેલા બાકીના ૩ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. પકડાયેલા શખ્સનું નામ અલી મેઘાત અલઝહેર છે અને એની પાસેથી ૩૬૦૦ ડૉલર અને ૨૫,૦૦૦ રૂપિયા ઇન્ડિયન કરન્સી મળ્યાં છે


