ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા અત્યારે દેશભરમાં બે સ્ટડીઝ એના માટે કરવામાં આવી રહી છે
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી ઃ કોરોનાની મહામારી પછી યંગસ્ટર્સના ઓચિંતા મૃત્યુના સમાચાર અવારનવાર આવતા રહે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) એનું કારણ જાણવા માટે બે સ્ટડીઝ કરાવી રહી છે. આઇસીએમઆરના ડિરેક્ટર-જનરલ ડૉ. રાજીવ બહેલ ખાસ કરીને ૧૮થી ૪૫ વર્ષના એજ ગ્રુપના લોકોના ઓચિંતા મૃત્યુનાં કારણ જાણવા કોશિશ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે અમે કોઈ કારણ વિના થયેલા ઓચિંતા મૃત્યુને સમજવા માગીએ છીએ. તેમણે વધુ જણાવ્યું હતું કે ‘આ સ્ટડીઝથી અમને કોરોનાની મહામારીનાં પરિણામો જો કોઈ હોય તો એને સમજવામાં અને વધુ મૃત્યુને અટકાવવામાં મદદ મળશે.’
મૂળ વિચાર કોરોનાથી સંક્રમિત થયા પછીના જોખમનાં ફેક્ટર્સને સમજવાનો છે કે જેના લીધે મૃત્યુ થઈ રહ્યા છે.


