Sairam Dave’s Mother No More: ગુજરાતી લોકસાહિત્યકાર સાંઈરામ દવેના માતુશ્રી સરોજબહેનનું આજે વહેલી સવારે 3.00 વાગ્યે નિધન થયું છે. તેઓ રાજકોટ મુકામે રહેતા હતા.
સરોજબેન દવે
Sairam Dave’s Mother No More: ગુજરાતી લોકસાહિત્યકાર તરીકે દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પામેલા સાંઈરામ દવેના માતુશ્રી સરોજબહેનનું આજે વહેલી સવારે 3.00 વાગ્યે નિધન થયું છે. તેઓ રાજકોટ મુકામે રહેતા હતા. શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ સમાજના વિષ્ણુપ્રસાદ કેશવલાલ દવેના તેઓ ધર્મપત્નિ હતા. 70 વર્ષની વયે સરોજબહેનનું નિધન થયું છે.
તેમના સંતાનમાં પ્રશાંતભાઇ (સાંઇરામ દવે), અમિતભાઈ છે. સરોજ બહેન છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તા. 26 નવેમ્બર 2023 રવિવારના રોજ સવારે તેઓનું નિધન થયું હતું. આજે 10 કલાકે તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આવતીકાલે બેસણું રાખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
તેમના પુત્ર અમિતભાઈ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે, "તેઓ છેલ્લા ચાર વર્ષથી બીમાર હતા. કમ્પ્લીટ આરામમાં હતાં.”
સાંઈરામના હસતા અક્ષર, રંગ કસુંબલ ગુજરાતી (રાષ્ટ્રભક્તિના ગુજરાતના ગીતો), અક્ષરની આંગળીયુ ઝાલી, અમથાં અમથાં કેમ ન હસીએ?, હાસ્યનો હાઈવે, હસો નહી તો મારા સમ, સ્માઈલરામ વગેરે પુસ્તકો આપનાર સાઈરામ દવેએ પોતાના માતુશ્રીના નિધન (Sairam Dave’s Mother No More)ની માહિતી તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આપી હતી.
View this post on Instagram
જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ વ્યક્ત કર્યો શોક
ગુજરાતી જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે, “સરોજબહેન (Sairam Dave’s Mother No More) અત્યંત ધાર્મિક, સંસ્કારી અને કુટુંબ પરાયણ વ્યક્તિ હતા. તેઓનું પિયર જામનગર હતું. વિષ્ણુભાઈને ત્યાં તેઓ પરણીને આવ્યા ત્યારથી એક સંસ્કારી સ્ત્રી તરીકે તેઓ જીવન જીવ્યા. તેઓએ પોતાના ત્રણેય સંતાનોને મધ્યમ વર્ગમાં હોવા છતાં ઉત્તમ સંસ્કાર, શિક્ષણ આપ્યું. આજે ત્રણેય બાળકો પોત પોતાના ક્ષેત્રમાં સરસ નામ કરી શક્યા છે. સરોજ બહેન ઘણા સમયથી બીમાર હતા. હવે, ઈશ્વરની ઈચ્છાથી તેઓ નિર્વાણ પામ્યા છે. પોતાના દીકરાઓને સંસ્કાર સાથે શિક્ષણ તેઓએ પીરસ્યાં એ મહત્વની વાત છે. પોતાના પૂરા પરિવારને તેઓએ ખૂબ જ પ્રેમ આપ્યો. અને એક માતાએ સમર્થ સંતાનોનું સર્જન કર્યું એમ હું કહી શકું. જ્યારે આ પૃથ્વી પરથી વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે તેઓએ વિદાય લીધી છે.”
જગદીશ ત્રિવેદીએ સરોજ બહેન સાથેની મુલાકાતના સંસ્મરણ વગોળ્યા
જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ સરોજ બહેન સાથેની મુલાકાત વાગોળતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે, “તેઓ બીમાર રહ્યા ત્યારે ત્રણ વાર માંરે મુલાકાત લેવાનું થયું હતું. હમણાં જ હું થોડાક દિવસ પહેલા મારા દીકરા સાથે ગયો હતો. એ પહેલા પણ બે વાર ગયો હતો. જ્યારે સાઈરામના દીકરા ચિ. ધ્રુવની જનોઈ હતી ત્યારે તો તેઓ પોતે વ્હીલ-ચેર પર આવેલા, ત્યારે તો સાંભળી-સમજી શકે તેવી તબિયત હતી. અવારનવાર આ પરિવાર સાથે હું હળતો-મળતો હતો. હું વચ્ચે મળ્યો ત્યારે તેઓની (Sairam Dave’s Mother No More) તબિયત નાદુરસ્ત હતી.”


