Sabarkantha Crime: ૨૬ જાન્યુઆરીએ આ વિદ્યાર્થિનીએ બેટી બચાઓ, બેટી પઢાઓ આ વિષય પર વક્તવ્ય આપીને સૌને ખુશ કરી નાખ્યા હતા. ૭મી ફેબ્રુઆરીએ બળાત્કાર કરવામાં આવ્યો.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના સાબરકાંઠા (Sabarkantha Crime)માંથી હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં દસમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિની સાથે તેની જ શાળાના શિક્ષકે બળાત્કાર કર્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ ૨૬ જાન્યુઆરીએ તો હજી આ વિદ્યાર્થિનીએ બેટી બચાઓ, બેટી પઢાઓ આ વિષય પર વક્તવ્ય આપીને સૌને ખુશ કરી નાખ્યા હતા. ૭મી ફેબ્રુઆરીએ આ વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
Sabarkantha Crime:પોતાની સાથે આ પ્રકારે ગેરવર્તન થયું હોવા છતાં આ વિદ્યાર્થિની જરા પણ ડગી નથી. આ 15 વર્ષન વિદ્યાર્થિની હિંમતભેર પોતાની 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેને પોલીસ અધિકારી બનવું છે. તે તેના પેશન વિશે વાત કરતાં કહે છે કે, "મેં હંમેશા પોલીસ અધિકારી બનવાનું સપનું સેવ્યું છે. વિજ્ઞાન અને ગણિત મારા ગમતા વિષયો છે. હું મારા બોર્ડના પરિણામોના આધારે મારા શૈક્ષણિક પ્રવાહની પસંદગી કરીશ"
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો (Sabarkantha Crime) અનુસાર તેની જ શાળાનો 33 વર્ષીય શિક્ષક કથિત રીતે આ વિદ્યાર્થિનીને તેનો જન્મદિવસ ઉજવવાના બહાને એક હોટલમાં લઇ ગયો હતો. દુષ્કૃત્ય આચર્યા બાદ તેણે ધમકીઓ પણ આપી હતી. જો તે આ વિશે કોઈને પણ વાત કરશે તો તેને બોર્ડની પરીક્ષામાં નાપાસ કરી નાખવામાં આવશે એવી ધમકી પણ આપવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીના કાકા કહે છે કે, “અમે નથી ઇચ્છતા કે અમારી આવનારી પેઢી ખેતરમાં મજૂરી કરે. અમે જમીનમાલિકો નથી પણ, અમે શિક્ષણના મહત્વને સમજીએ છીએ”
વળી તેના કાકાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દીકરી બધા માટે પ્રેરણાસ્ત્રોત (Sabarkantha Crime) બની છે. ઘણા લોકો તો નાના નાના પડકારોનો સામનો કરતી વખતે પણ હારી જાય છે. ત્યારે આ વિદ્યાર્થી બીજાઓ માટે આદર્શ છે. તેની શાળાનાઆ આચાર્ય પણ કહે છે કે, “26 જાન્યુઆરીએ તેણે જે વક્તવ્ય આપ્યું હતું તેની તો સૌએ સરાહના કરી હતી. તે એક તેજસ્વી વિદ્યાર્થિની છે. જેણે કોઈ દિવસ ક્લાસ મિસ નથી કર્યા. જે રીતે તે હિંમત સાથે આ પડકારજનક સમયમાં આગળ વધી રહી છે તે પ્રેરણાસ્ત્રોત છે.”
નરાધમ શિક્ષકની ધરપકડ કરી લેવાઈ છે
પ્રાપ્ત અહેવાલો અનુસાર વિદ્યાર્થિની તો પોતાના પર વિતેલા તે કાળને ભૂલી જઈને આઘાતમાં (Sabarkantha Crime) સર્યા વગર હિંમત સાથે બોર્ડની પરીક્ષાઓમાં સારું પરિણામ લાવવા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે ફઇ સાથે રહે છે. તેના મોટા પિતા ખેડૂત છે. 7 ફેબ્રુઆરીની આ ભયાનક ઘટના બાદથી આ વિદ્યાર્થિની તેના ફઇના ઘરે જ રહે છે. તેમની બે દીકરીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ આપવાની છે. એટલે સમાજના લોકો અને સંબંધીઓ દરરોજ ન આવે અને તેના અભ્યાસમાં વિક્ષેપ ન પાડે એ હેતુસર આ વિદ્યાર્થિનીને પોતાના ઘરથી દૂર સબંધીને ઘેર મૂકવામાં આવી છે.


