હૉસ્પિટલમાં તપાસ દરમ્યાનના ૭ વિડિયો અપલોડ કરીને બીજા જોવા હોય તો ૯૦૦થી ૧૪૯૯ રૂપિયામાં સબસ્ક્રાઇબ કરો એવી જાહેરાતથી હોબાળો મચ્યો
પ્રતીકાત્મક તસવીર
પૈસા કમાવા લજ્જા-શરમને નેવે મૂકીને નિર્લજ્જતાની હદ વટાવતાં વિકૃતિ ધરાવતાં તત્ત્વોએ હૉસ્પિટલમાં ચેકઅપ કરાવવા જતી મહિલા દરદીઓની ૭ વિડિયો-ક્લિપ યુટ્યુબ પર અપલોડ કરતાં હોબાળો મચી ગયો હતો. એટલું જ નહીં, અપલોડ થયેલા વિડિયો પૈકીનો એક વિડિયો રાજકોટની પાયલ મૅટરનિટી હૉસ્પિટલનો હોવાની વિગતો બહાર આવતાં ગઈ કાલે રાજકોટ સાઇબર ક્રાઇમે હૉસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી.



