Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ: સગીરા સાથે 50 દિવસમાં 7 લોકોએ ઘર, હૉટેલ અને કારમાં દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી મિત્રતા

રાજકોટ: સગીરા સાથે 50 દિવસમાં 7 લોકોએ ઘર, હૉટેલ અને કારમાં દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી મિત્રતા

Published : 19 May, 2026 09:32 PM | IST | Rajkot
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા પર આરોપીએ પીડિતા સાથે મિત્રતા કરી તેને પ્રેમજાળમાં ફસાવી તે બાદ વધુ ૭ આરોપીઓએ તેના પર તેમના ઘર, કાર, હૉટેલમાં દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગુજરાતનાં રાજકોટ શહેરમાં જંગ્લેશ્વર વિસ્તારથી એક 15 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર આચાર્યો હોવાની ઘટના બની છે. સોશિયલ મીડિયા પર આરોપીએ પીડિતા સાથે મિત્રતા કરી તેને પ્રેમજાળમાં ફસાવી તે બાદ વધુ ૭ આરોપીઓએ તેના પર તેમના ઘર, કાર, હૉટેલમાં દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. અહેવાલ મુજબ ભક્તિનગર પોલીસ કુલ ૮ આરોપીઓ સામે પોક્સો અને BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ આરોપીઓએ છરીનો ડર બતાવી બળાત્કાર કર્યો હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી.

પીડિતાએ જણાવી ઘટના



તેણે કહ્યું “તેની દોસ્તે તેને એક મોબાઈલ આપ્યો હતો અને ઇન્સ્ટાગ્રામ પર મુખ્ય આરોપી ડેવિલ સાથે સંપર્ક પણ કરાવ્યો હતો અને ધીરે ધીરે બન્ને વચ્ચેના સંબંધો ગાઢ બન્યા. તે પછી ૨૯ માર્ચે આરોપીએ પીડિતાને મળવા બોલાવી અને તેણે પીડિતાને લેવા માટે બીજા આરોપી સાહિલને બાઈક સાથે તેના ઘરે મોકલ્યો. સાહિલ ઉર્ફે ઝેરી સગીરાને જંગલેશ્વરમાં પોતાના ઘરે લઈ ગયો જ્યાં ડેવિલે પીડતાને ધમકાવી દુષ્કર્મ આચર્યું. તે પછી વધુ એક આરોપી મિહીર કુગશીયાએ ૬ મેના રોજ પોતે પોલીસ હોવાનું કહી સગીરાને હૉટેલમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર કર્યો. ઉલ્લેખનીય છે કે મિહીર આગાઉ પણ નકલી પોલીસની ઓળખનો ઉપયોગ કરવાના આરોપ હેઠળ પકડાયો હતો.”


પાડોશીએ પણ શિકાર બનાવી

પીડતાના પાડોશમાં રહેતા રજાક ઠેબ્બાએ પણ તેનો ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કર્યો અને 16 મે 2026ના રોજ તેની સાથે હૉટેમાં ગયો અને તેને ભોગ બનાવી હતી. તેમ જ 17 મેના રોજ ચાલતી કારમાં પણ સગીરાએ તેની સાથે ગૅન્ગ રેપ થયું હતું. તેણે કહ્યું “17 મેના રોજ આરોપી રજાક ઠેબા, ધવલ અને આશીકુ શાહમદારે તેની સાથે કારમાં બળાત્કાર કર્યો અને પછી તેને મારી નાખવાની ધમકી આપી તેમ જ સુલતાન સલીમભાઇ સવાણ નામના વધુ એક આરોપીએ જાતીય સતામણી કરી હોવાનું પણ પીડિતાએ જણાવ્યું.


પોલીસે તપાસ શરૂ કરી

માહિતી મુજબ પોલીસે તમામ આરોપીઓ સામે હવે ગુનો દાખલ કર્યો છે. ભક્તિનગર પોલીસે આ કેસની ગંભીરતાને લઈને બધા આરોપીઓ સામે BNS ની કલમ 137(2), 64(2)M, 65(1), 70(2), 351(2), 223, 204 તથા જી.પી. ઍક્ટની કલમ 135(1) તેમજ પૉક્સો ઍક્ટની કલમ 4, 6, 8, 12 અને 17 મુજબ ગુનો દાખલ કર્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટીમ હેઠળ આરોપીઓને પકડવા તપાસ શરૂ થઈ છે છટકું પણ ગોઠવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 09:32 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK