લખપતિ દીદી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં ઘણી મહિલાઓ સાફો પહેરીને આવી હતી.
નરેન્દ્ર મોદી
માદરે વતન ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે યોજાયેલા લખપતિ દીદી સંમેલનમાં લખપતિ દીદીઓને સન્માનિત કરીને કહ્યું હતું કે ‘વાર્ષિક એક લાખ રૂપિયા કે એથી વધુની આવક સાથે મહિલાઓ ઉદ્યોગસાહસિક બની છે અને વિકાસમાં ભાગીદાર બની છે. ભારતની નારીશક્તિએ દેશના વિકાસની બાગડોર સંભાળી લીધી છે પરિણામે વિકસિત ભારત @૨૦૪૭નો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલ અને ગુજરાત સરકારના પ્રધાન મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા લખપતિ દીદી સંમેલનમાં નરેન્દ્ર મોદીએ રાજ્યના પચીસ હજારથી વધુ સ્વસહાય જૂથોની અઢી લાખથી વધુ મહિલાઓને ૪૫૦ કરોડ રૂપિયાની સહાય અર્પણ કરી હતી. લખપતિ દીદી સંમેલનમાં નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતાં કહ્યું હતું કે પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, આ અવસર જીવનની ગૌરવભરી ક્ષણ છે.
ADVERTISEMENT
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને તેમના ફોટો સાથેની કચ્છી મડવર્ક ફ્રેમ આપીને સ્વાગત કર્યું હતું. એ મડવર્ક ફ્રેમ કચ્છના ભુજ તાલુકાના ભારાપર ગામના સિમરન સખી મંડળની બહેનોએ બનાવી હતી.
લખપતિ દીદી સંમેલનમાં મહિલા પોલીસ-અધિકારીઓ અને કર્મચારીઓએ સુરક્ષા સંભાળી હતી.
લખપતિ દીદી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં ઘણી મહિલાઓ સાફો પહેરીને આવી હતી.
લખપતિ દીદી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં ઘણી મહિલાઓ સાફો પહેરીને આવી હતી.
લખપતિ દીદી સંમેલનમાં મહિલા પોલીસ-અધિકારી, કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે એ જાણીને મહિલા પોલીસ-કર્મચારીઓને નરેન્દ્ર મોદીએ બિરદાવ્યાં હતાં.
નરેન્દ્ર મોદી બીજું શું-શું બોલ્યા?
- લખપતિ દીદી પહેલ એ માત્ર માતાઓ, બહેનોની આવક વધારવાનો પ્રયાસ જ નથી; પરિવાર અને ભાવિ પેઢીઓને મજબૂત બનાવવાનું એક મેગા અભિયાન છે. નારાયણીસમી નારીઓનું સન્માન સમાજ અને દેશના વિકાસનું પ્રથમ પગથિયું હોય છે ત્યારે દેશ મહિલાકેન્દ્રી વિકાસની દિશામાં મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે.
- મારી જિંદગીના ખાતામાં દેશની કરોડો માતૃશક્તિના આશીર્વાદ જમા થયા છે. કૃપા અને આશીર્વાદથી વિશ્વનો સૌથી વધુ ધનિક હોવાની લાગણી મને થઈ રહી છે. માતા, બહેનોના આ આશીર્વાદની જમાપુંજી સતત વધી રહી છે. તેમના આશીર્વાદ મારી સંપત્તિ અને સુરક્ષા-કવચ બન્યાં છે.
- ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવનાર આ યોજનાએ દેશની લાખો મહિલાઓના જીવનને સશક્ત કર્યું છે. લખપતિ દીદી યોજનાની શરૂઆતથી આજ સુધીમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે અને આગામી પાંચ વર્ષમાં સરકારે ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
- ગુજરાતમાં ૧.૫૦ લાખ લખપતિ દીદી છે અને ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની ૧૦ લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન છેડ્યું છે એ બદલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને અભિનંદન.
- ગુજરાતે સહકારિતા ક્ષેત્રનું સફળ મૉડલ આપ્યું છે. એના મૂળમાં લાખો મહિલાઓનો પરિશ્રમ છે. ગામેગામ દૂધ-ઉત્પાદનની ક્રાન્તિ સર્જનાર અમુલ, ગૃહઉદ્યોગને નવી ઊંચાઈ આપનાર લિજ્જત પાપડ જેવી ગ્લોબલ બ્રૅન્ડની સફળતાનો શ્રેય ગ્રામ્ય મહિલાઓના ફાળે જાય છે.
- મહિલા અપરાધો આચરતા ગુનેગારોને સખત અને ઝડપી સજા થાય એ માટે દેશમાં ૮૦૦ ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવી છે જેના થકી રેપ અને પૉક્સોના ત્રણ લાખ કેસોમાં ઝડપી ચુકાદાઓ આવ્યા છે અને સમાજના રાક્ષસોને ફાંસી, આજીવન કેદ જેવી કડક સજા મળી છે. રેપ-કેસમાં ૭ દિવસમાં આરોપપત્ર તેમ જ ૪૫ દિવસમાં સજા થાય એવી જોગવાઈ કરી છે.
- મહિલા જ્યારે આજીવિકા મેળવવાનું શરૂ કરે છે ત્યારે સમાજમાં તેનો સામાજિક દરજ્જો ઊંચો થઈ જાય છે. આવક વધવાની સાથે પરિવારની ખરીદશક્તિ પણ વધે છે. જ્યારે એક બહેન લખપતિ દીદી બને છે ત્યારે સમગ્ર પરિવારનું ભાગ્ય બદલાઈ જાય છે.
- જરૂરિયાતમંદો માટે આવાસોની માલિક મહિલાઓ બને એ પરંપરા ગુજરાતે શરૂ કરી હતી જે આજે સમગ્ર દેશમાં લાગુ થઈ છે. પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના હેઠળ દેશની ૩ કરોડ મહિલાઓ ઘરની માલિક બની છે.

