Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજપીપળામાં વિશ્વપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે માતાજીની કલાત્મક રંગોળી બની માઈભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

રાજપીપળામાં વિશ્વપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે માતાજીની કલાત્મક રંગોળી બની માઈભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

Published : 15 October, 2026 12:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવા કલાકારોએ ગુજરાતનાં વિવિધ સ્થળોએ તેમ જ ઉજ્જૈનમાં આવેલા મંદિરમાં બિરાજતાં હરસિદ્ધિ માતાજીની બનાવી કલાકૃતિઓ

હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા માઈભક્તો.

હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા માઈભક્તો.


નવરાત્રિના પાવન અવસરે નર્મદા જિલ્લામાં રાજપીપળામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે અગણિત માઈભક્તો માતાજીનાં દર્શન માટે ઊમટી રહ્યા છે ત્યારે માતાજીના મંદિરે હરસિદ્ધિ માતાજીની કલાત્મક રંગોળીઓ માઈભક્તોમાં દર્શન સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. 

રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે શ્રદ્ધા, કળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. હરસિદ્ધિ માતાજીનાં દર્શન અને તેમની આરાધના કરવા માટે અગણિત માઈભક્તો ઊમટી રહ્યા છે. મંદિરમાં દર્શન કરવા માટે માઈભક્તો હાથમાં ધજા સાથે પદયાત્રા કરીને આવી રહ્યા છે. માતાજીના મંદિર તરફ જતા માર્ગો માતાજીના જયઘોષથી ગુંજી રહ્યા છે. મંદિરમાં આવતા માઈભક્તો માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.




હરસિદ્ધિ માતાજીની વિવિધ રંગોળીનાં દર્શન.

નવરાત્રિના પાવન અવસરે માતાજીનાં દર્શન ઉપરાંત માતાજીની કલાત્મક રંગોળીએ દિવ્ય વાતાવરણ સર્જ્યું છે. મંદિરમાં આવેલા હૉલમાં રંગોળીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના પ્રતિભાશાળી યુવા કલાકારોએ ગુજરાતના રાજપીપળા, કોયલા ડુંગર અને લાડોલમાં આવેલાં હરસિદ્ધિ માતાજીનાં મંદિરમાં તેમ જ ઉજ્જૈનના મંદિરમાં બિરાજતાં હરસિદ્ધિ માતાજીની કૃતિઓ તેમ જ માતાજીનાં ૯ સ્વરૂપોની કલાત્મક કૃતિઓ રંગોળીના માધ્યમથી તૈયાર કરી છે. આ કલાકૃતિઓને જોવા માટે માઈભક્તો આવી રહ્યા છે અને કલાકારોની કૃતિઓને બિરદાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK