° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


મારો રિષુ મરી ગયો, મેં ગળું દબાવીને તેને મારી નાખ્યો

01 December, 2021 12:13 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

સુરતની હૃદયદ્રાવક ઘટનામાં ખુદ જનેતાએ જ સાડાત્રણ વર્ષના દીકરાનું ગળું દબાવીને મારી નાખીને કરી લીધી આત્મહત્યા ઃ પતિનું સેપરેશન અને અન્ય સ્ત્રી સાથેના અફેરનું કારણ આવ્યું સામે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના સુરતના રાંદેર વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટનામાં જે હાથે માતાએ લાડ લડાવીને દીકરાને ઉછેર્યો હતો એ જ હાથે માતાએ પોતાના સાડાત્રણ વર્ષના વહાલસોયા દીકરાનું ગળું દબાવીને મારી નાખ્યો હતો અને પોતે પણ સુસાઇડ-નૉટ લખીને પંખા પર લટકીને આત્મહત્યા કરી લેતાં સુરતમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં રાંદેર પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં મરનાર મહિલાના પતિનું અન્ય સ્ત્રી સાથેના અફેર અને સેપરેશનનું કારણ સામે આવ્યું છે.
સુરતના ઉગત ભેસાણ રોડ પર આવેલા મીઢોરા બિલ્ડિંગમાં પોતાના પિતાના ઘરે રહેતાં પ્રિયવંદના સતીશ કોસંબિયા અને તેમનો સાડાત્રણ વર્ષનો દીકરો રિષભ ગઈ કાલે સવારે ન ઊઠતાં તેમને ઉઠાડવા જતાં રૂમમાંથી તેમનાં માતા અને પિતાને મા–દીકરો મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. મરનાર મહિલાના પિતા અરવિંદભાઈએ તરત ઍમ્બ્યુલન્સને બોલાવી હતી. જોકે ઍમ્બ્યુલન્સના ડૉક્ટરે બન્નેનાં મૃત્યુ થઈ ગયાં છે એમ જણાવતાં માતા-પિતાના માથે આભ તૂટી પડ્યું હતું. રાંદેર પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિયવંદના સતીશ કોસંબિયાએ પોતાના સાડાત્રણ વર્ષના દીકરા રિષભનું ગળું દબાવીને મારી નાખીને પોતે પણ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈને મરી ગયાં.’
પ્રિયવંદનાએ સુસાઇડ-નૉટમાં પોતાના પતિના અફેર વિશે લખ્યું છે. તેણે સુસાઇડ-નૉટમાં લખ્યું હતું, ‘મારો રિષુ મરી ગયો. મેં ગળું દબાવીને મારી નાખ્યો. તે જીવત તો તેની જિંદગી બરબાદ થઈ જાત. મારા હાથ બહુ ધ્રૂજતા હતા. મારા ઢીંગલાને મારતાં હું બહુ રડતી હતી.’

01 December, 2021 12:13 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અંબા હવે ઇટલીની

બે વર્ષ પહેલાં ઘાયલ અને રઝળતી હાલતમાં મળી આવેલી અંબા નામની દીકરીને ઇટલીના કપલે દતક લીધા પછી વિજય રૂપાણીની આંખો ભીની થઈ ગઈ

16 January, 2022 10:06 IST | Rajkot | Rashmin Shah
ગુજરાત સમાચાર

૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમે બેભાન યુવાનનો કીમતી સામાન તેના પરિવારને આપીને પ્રામાણિકતા

અકસ્માતગ્રસ્ત બેભાન યુવાનને પ્રાથમિક સારવાર આપીને પાલિતાણા હૉસ્પિટલ લઈ જઈને તેની કારમાંથી મળેલા પાંચ લાખ રૂપિયા, લૅપટૉપ અને બે મોબાઇલ તેના પરિવારજનોને સોંપીને પ્રામાણિકતા સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

16 January, 2022 08:56 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

દાનનો મહિમા ધરાવતા ઉત્તરાયણના દિવસે થયું અમદાવાદની બ્રેઇનડેડ મહિલાના લિવરનું દાન

ઉત્તરાયણના દિવસે અન્યના જીવનમાં ઉજાસ ફેલાવ્યાની હૃદયસ્પર્શી ઘટના બની અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં

16 January, 2022 08:49 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK