Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કૉંગ્રેસ ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી થશે BJPમાં સામેલ!

કૉંગ્રેસ ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી થશે BJPમાં સામેલ!

23 April, 2024 06:33 PM IST | Surat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ગુજરાત, સુરત લોકસભા સીટ પરથી કૉંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે તે આ અઠવાડિયે બીજેપીમાં જોડાઈ શકે છે.

નીલેશ કુંભાણી (સૌજન્ય ફેસબૂક)

નીલેશ કુંભાણી (સૌજન્ય ફેસબૂક)


Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ગુજરાત, સુરત લોકસભા સીટ પરથી કૉંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે તે આ અઠવાડિયે બીજેપીમાં જોડાઈ શકે છે.

નિલેશના ટૂંક સમયમાં જ બીજેપીમાં સામેલ થવાના સમાચાર વચ્ચે કૉંગ્રેસ કાર્યકર્તા વિરોધ કરી રહ્યા છે. નિલેશના ઘરની બહાર કૉંગ્રેસ કાર્યકર્તા વિરોધકરીને તેમને જનતાના ગદ્દાર અને લોકશાહીના હણનારા ગણાવી રહ્યા છે.



Lok Sabha Election 2024: સુરત લોકસભા સીટ પર બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતથી નીલેશ પણ ચર્ચામાં આવ્યા હતા. મુકેશ દલાલની બિનહરીફ જીતથી એક દિવસ પહેલા જ નિલેશનું નામાંકન રદ કરી દેવામાં આવ્યું હતું. તેમના પ્રસ્તાવકોના હસ્તાક્ષરમાં ગરબડ થઈ હોવાનો હવાલો આપીને નામાંકન રદ કરી દેવામાં આવ્યું હતું.


ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ કોંગ્રેસ SCમાં પહોંચી
સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત બાદ કોંગ્રેસે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે મુકેશ દલાલને અયોગ્ય પ્રભાવથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની માંગ છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ. પાર્ટીએ દાવો કર્યો છે કે વાસ્તવમાં ભાજપ વેપારી સમુદાયથી ડરી ગઈ હતી, જેના કારણે તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?
સુરત લોકસભા બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન એક દિવસ અગાઉ રિટર્નિંગ ઓફિસર દ્વારા રદ કરવામાં આવ્યું હતું. તેમના પ્રસ્તાવકોની સહીઓમાં અનિયમિતતા દર્શાવીને નામાંકન રદ કરવામાં આવ્યું હતું. (Lok Sabha Election 2024)


કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ્દ થયા બાદ બાકીના 8 ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણી પંચે તેમને વિજય પ્રમાણપત્ર પણ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીના સાંસદ બિનહરીફ ચૂંટાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

Lok Sabha Election 2024: ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ મતદાન થવાનું છે, જેના માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ હતી અને નામાંકન પરત ખેંચવાની તારીખ 22મી એપ્રિલ છે. રાજ્યની સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસ અને ભાજપ સહિત કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાંથી મુકેશ દલાલ, કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી, બસપામાંથી પ્યારેલાલ ભારતી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી અબ્દુલ હમીદ ખાન, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી જયેશ મેવાડા, લોગ પાર્ટીમાંથી સોહેલ ખાને ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત અજીતસિંહ ઉમટ, કિશોર દયાણી, બારૈયા રમેશભાઈ અને ભરત પ્રજાપતિ અપક્ષ ચૂંટણી મેદાનમાં હતા. આ સિવાય કોંગ્રેસે તેના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાને પણ નોમિનેટ કર્યા હતા, પરંતુ દરખાસ્તના કારણે તેઓ પણ નામંજૂર થયા હતા. સુરત લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અહીંથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થવાનું છે, પરંતુ સુરત બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કર્યા બાદ હવે બાકીની 25 બેઠકો પર મતદાન થશે.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 06:33 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK