લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. વિપુલાજી મહાસતીજીનું 47 વર્ષની વયે ગાંધીધામમાં અવસાન થયું; આધ્યાત્મિક શ્રદ્ધાંજલિ અને મંત્રોચ્ચાર સાથે અંતિમ સંસ્કાર.
લીંબડી અજરામર સંપ્રદાયનાં વિપુલાજી મહાસતીજી કાળધર્મ પામ્યાં
ગાંધીધામ (કચ્છ) ખાતે લીંબડી અજરામર સંપ્રદાયના ઉપાધ્યાય પૂ. ભવ્યમુનિ મ.સા. એવં પ્રવર્તિની પૂ. અનિલાજી મહાસતીજીનાં આજ્ઞાનુવર્તી પૂ. વિપુલાજી મહાસતીજી ૪૭ વર્ષના સંયમપર્યાય સહિત ગઈ કાલે શનિવારે સવારે ૯.૩૦ વાગ્યે કાળધર્મ પામ્યાં હતાં. બપોરે ૪.૦૦ વાગ્યે જય જય નંદા, જય જય ભદ્દાના જયનાદે પાલખીયાત્રા નીકળી હતી. તેઓ રામવાવ – રાપરવાળા ભચીબહેન ગોવિંદજી મહેતાનાં પુત્રી હતાં. પૂ. શ્રી ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરી હતી.

