Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દીપડો પકડાઈ ગયો, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો સહેલાણીઓ માટે ફરી ખુલ્લો મુકાયો

દીપડો પકડાઈ ગયો, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો સહેલાણીઓ માટે ફરી ખુલ્લો મુકાયો

Published : 05 September, 2026 12:53 PM | IST | Junagadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જન્માષ્ટમી પર્વે સહેલાણીઓ ઊમટ્યા કિલ્લા પર, દીપડાને પકડવા મુકાયાં હતાં પાંજરાં, પાંચ જેટલાં પાંજરાં મૂકવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત ટ્રૅપ, કૅમેરા અને ડ્રૉનની મદદથી દીપડાની શોધખોળ આદરી હતી. ટ્રૅકરો તેમ જ વેટરિનરી ટીમ તહેનાત હતી.

દીપડો પકડાઈ ગયો, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો સહેલાણીઓ માટે ફરી ખુલ્લો મુકાયો

દીપડો પકડાઈ ગયો, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો સહેલાણીઓ માટે ફરી ખુલ્લો મુકાયો


સૌરાષ્ટ્રના યાત્રાધામ જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં ઘૂસી ગયેલો દીપડો આખરે પાંજરે પુરાતાં ગઈ કાલે જન્માષ્ટમીના દિવસથી સહેલાણીઓ માટે કિલ્લો ખુલ્લો મુકાયો હતો.
રવિવારે સાંજે ઉપરકોટના કિલ્લામાં દીપડો હોવાની આશંકા હતી જેથી ટૂરિસ્ટોની સેફ્ટીને લઈને કિલ્લો ખાલી કરાવીને બંધ કરી દીધો હતો. પહેલી બે રાતે દીપડાની મૂવમેન્ટ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)ના કૅમેરામાં દેખાઈ હતી. ફૉરેસ્ટ વિભાગ દીપડાને પકડવા માટે સતત કામગીરી કરી રહ્યું હતું. પાંચ જેટલાં પાંજરાં મૂકવામાં આવ્યાં હતાં. અે ઉપરાંત ટ્રૅપ, કૅમેરા અને ડ્રૉનની મદદથી દીપડાની શોધખોળ આદરી હતી. ટ્રૅકરો તેમ જ વેટરિનરી ટીમ તહેનાત હતી. આખરે ફૉરેસ્ટ વિભાગને દીપડાને પકડવામાં સફળતા મળી હતી અને દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો જેના કારણે કિલ્લો સેફ થતાં સહેલાણીઓ માટે ફરી પાછો ખોલવામાં આવ્યો છે. ગઈ કાલે જન્માષ્ટમીની રજા હોવાથી સહેલાણીઓ ઉપરકોટ કિલ્લા પર ફરવા ઊમટ્યા હતા.   


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 12:53 PM IST | Junagadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK