મુંબઈગરા અને મુંબઈની લોકલ ટ્રેનનું સમીકરણ એવું છે કે અહીં પૅસેન્જરો એકબીજાના સુખદુઃખમાં સહભાગી થતા હોય છે. ઘરે પરિવાર સાથે રહેવાનો અને તહેવારોની ઉજવણી કરવાનો ટાઇમ ઓછો મળતો હોય છે એટલે તહેવારોની ઉજવણી પણ ટ્રેનમાં ધામધૂમથી થતી હોય છે.
મુંબઈની લોકલમાં તહેવારોની મોજ: મહિલા મુસાફરોએ ફોડી દહીહંડી
મુંબઈગરા અને મુંબઈની લોકલ ટ્રેનનું સમીકરણ એવું છે કે અહીં પૅસેન્જરો એકબીજાના સુખદુઃખમાં સહભાગી થતા હોય છે. ઘરે પરિવાર સાથે રહેવાનો અને તહેવારોની ઉજવણી કરવાનો ટાઇમ ઓછો મળતો હોય છે એટલે તહેવારોની ઉજવણી પણ ટ્રેનમાં ધામધૂમથી થતી હોય છે. ગઈ કાલે બદલાપુર-થાણે લોકલના મહિલા કોચમાં રિબન અને ફુગ્ગા બાંધવામાં આવ્યાં હતાં એટલું જ નહીં, બ્લુટૂથ સ્પીકર પર ડાન્સ થયો હતો અને એક મહિલાએ બીજી છોકરીને ખભા પર બેસાડીને તેની પાસે ફૂલોથી ભરેલી મટકી પણ ફોડાવી હતી. એ વખતે બીજી મહિલાઓ અને ખાસ કરીને જેન-ઝી યુવતીઓ એના વિડિયો અને ફોટો પાડીને મલકાઈ રહી હતી.
