મંદિર દ્વારા તેમને ૫૪ ફુટ ઊંચી હનુમાનદાદાની મૂર્તિની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી
કોકિલાબહેન અને અનિલ અંબાણી સાળંગપુરમાં
રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણી અને તેમનાં મમ્મી કોકિલાબહેન અંબાણીએ ગઈ કાલે ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનદાદાના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતાં. તેઓએ હનુમાનદાદાના વાઘા તેમ જ ધ્વજાનો થાળ અર્પણ કર્યો હતો અને હનુમાનદાદાની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.

ADVERTISEMENT
મંદિર દ્વારા તેમને ૫૪ ફુટ ઊંચી હનુમાનદાદાની મૂર્તિની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી.


