ગીર સોમનાથઃ શ્રદ્ધાળુઓ માટે ખાસ છે આ જિલ્લો
શ્રદ્ધાળુઓ માટે છે આસ્થાનું પ્રતિક
ગીર સોમનાથ કાઠિયાવાડમાં આવેલો જિલ્લો છે. જેની રચના ઑગસ્ટ 2013માં કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાંથી ગીર સોમનાથ જિલ્લાને અલગ પાડવામાં આવ્યો હતો. જેમાં વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડિનાર, ઉના અને ગીર ગઢડાનો તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લો મોટા પાયે જંગલ વિસ્તાર ધરાવે છે.
સોમનાથ મંદિર છે શાન
ગીર સોમનાથ જિલ્લાની ઓળખ છે અહીં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ. દેશમાં કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે. જેમાં સોમનાથનું સ્થાન અલગ જ છે. દેશ અને દુનિયામાંથી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિના અને શિવરાત્રિના પર્વ પર અહીં ભાવિકોની ભીડ જામે છે.
કૃષ્ણનો થયો હતો દેહ વિલય
ગીર સોમનાથમાં જિલ્લાના પ્રભાસ પાટણમાં જ ભાલકા તિર્થ આવેલ છે. જ્યાં જરા નામના શિકારીના બાણથી ભગવાન શ્રીકૃષ્ણનો દેહ વિલય થયો હતો. તે સ્થાન પર આજે મંદિર બાંધવામાં આવ્યું છે. જેના દર્શન માટે લાખો ભક્તો આવે છે.
કેસર કેરીનું છે ઘર
કેરીઓનો રાજા એટલે કેસર. અને કેસર તાલાળાની સૌથી વધારે પ્રખ્યાત છે. જેનો સ્વાદ દેશ વિદેશ સુધી પહોંચ્યો છે. સાથે જ તેના સિદ્દી લોકોના ધમાલ નૃત્ય અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય માટે જાણીતું છે.
ADVERTISEMENT
મત્સ્યોદ્યોગનું છે હબ
ગીર સોમનાથનું વેરાવળ જિલ્લાનું વડું મથક છે. મત્સ્યોદ્યોગ હંમેશા નગરના મુખ્ય ઉદ્યોગો છે અને ખારવાસ (માછીમારો) દ્વારા પ્રભુત્વ ધરાવે છે. મોટેભાગે પરંપરાગત બોટ અને ટ્રાવેલર્સ પર માછીમારી કરવામાં આવે છે. વેરાવળમાં મોટી બોટ બનાવવા ઉદ્યોગ પણ છે. વેરાવળ જી.આઇ.ડી.સી.માં મોટી સંખ્યામાં ફિશ પ્રોસેસિંગ ફેક્ટરીઓનું ઘર છે, જે યુએસએ, જાપાન, એસઇ એશિયન, ગલ્ફ અને ઈયુ દેશો માટે મુખ્ય ગુણવત્તાની સીફૂડનું નિકાસ કરે છે.
આ પણ જુઓઃ રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?

