° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


ગુજરાતી કિરણ પટેલની આટલી મોટી ઠગાઈ... Z પ્લસ સુરક્ષા, બુલેટપ્રૂફ ગાડી, પોતાને ગણાવતો PMOને અધિકારી 

17 March, 2023 12:05 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતી કિરણ પટેલ (Kiran Patel) પોતાને PMO અધિકારી ગણાવી જમ્મુ-કાશ્મીરમાં ફરતો હતો, કોણ જાણે આ ઠગે શું-શું કર્યુ હશે, જો કે, હાલમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે પીએમઓ (PMO)અધિકારી તરીકે કેન્દ્રશાસિત પ્રદેશનો પ્રવાસ કરતો હતો. આ ઠગની ઓળખ ગુજરાતના રહેવાસી કિરણ પટેલ (Kiran Patel Fraud)તરીકે થઈ છે. તેની શ્રીનગરથી 3 માર્ચ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ માહિતી હવે મીડિયામાં સામે આવી છે.

ગુરુવારે (16 માર્ચ 2023), જમ્મુ અને કાશ્મીર પોલીસે તેને શ્રીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આજતકના અહેવાલો મુજબ કિરણ પટેલ ઓક્ટોબર 2022થી કાશ્મીર ઘાટીની મુલાકાતે છે. ધરપકડ કરતા પહેલા તે નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઉરી કમાન્ડ પોસ્ટ દ્વારા શ્રીનગરના લાલ ચોક પહોંચ્યો હતો. તે જમ્મુ-કાશ્મીરની 5 સ્ટાર હોટલમાં રોકાતો હતો. Z પ્લસ સુરક્ષા સાથે બુલેટપ્રૂફ વાહનમાં ફરતો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિરણ પટેલ પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (PMO Director (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે ઓળખાવતો હતો. તેમણે ફેબ્રુઆરી 2023માં જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી. તેમની મુલાકાતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેને પોલીસ અને અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં તે બડગામના દૂધપથરી ખાતે બરફ પર ચાલતા જોઈ શકાય છે. આ સિવાય તે શ્રીનગર ક્લોક ટાવર અને ઉરીમાં એલઓસી પાસે સુરક્ષા દળો સાથે પોઝ આપતાં પણ જોઈ શકાય છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીઢ નેતાએ કાનમાં કહ્યું આવું ન બોલો મજાક બનશે

એવું જાણવા મળ્યું છે કે કિરણ પટેલે ઉચ્ચ સ્તરીય સરકારી સુવિધાઓનો લાભ લઈને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોનો માત્ર પ્રવાસ જ કર્યો ન હતો, પરંતુ બડગામમાં અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. શંકા બાદ ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસને તેના વિશે એલર્ટ કરી દીધું. જે બાદ તેની શ્રીનગરની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પટેલ વિરુદ્ધ શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં IPC કલમ 419, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમયસર ઠગને શોધી ન શકવાને કારણે જમ્મુ-કાશ્મીર પોલીસના બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાત પોલીસની ટીમ પણ તપાસમાં સામેલ હોવાનું કહેવાય છે.

17 March, 2023 12:05 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદમાં ૭૭ વર્ષનાં મહિલા દરદીના અંડાશયમાંથી ૧૩ કિલોની ગાંઠ દૂર કરાઈ

ગુજરાતના અમદાવાદમાં આવેલી જી.સી.એસ. (ગુજરાત કૅન્સર સોસાયટી) હૉસ્પિટલમાં ૭૭ વર્ષનાં વૃદ્ધાના અંડાશયમાંથી ૧૩ કિલો વજન ધરાવતી ગાંઠ બહાર કાઢીને ડૉક્ટરોએ તેમને તકલીફમાંથી મુક્ત કર્યાં હતાં.

25 March, 2023 11:45 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

ભાવનગરમાં સવા ઇંચથી વધુ કમોસમી વરસાદ

અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ ઃ અમરેલી જિલ્લાના ચાર અને પાટણ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ–ત્રણ તાલુકાઓમાં માવઠું ઃ ખેડૂતોની ચિંતામાં વધારો

24 March, 2023 09:12 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

આરોપીને ઓછી સજા કરવામાં આવે તો પ્રજામાં પણ એનાથી ખોટો મેસેજ જાય છે

મોદી અટક પર રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીના કેસનો ચુકાદો આપતાં સુરતના ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ હરીશ વર્માએ આવું નિરીક્ષણ કર્યું

24 March, 2023 08:54 IST | Mumbai | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK