Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Indigo : હવે અમદાવાદથી અયોધ્યા દોડશે નોન સ્ટોપ ફ્લાઇટ, ક્યારથી શરૂ થશે સુવિધા?

Indigo : હવે અમદાવાદથી અયોધ્યા દોડશે નોન સ્ટોપ ફ્લાઇટ, ક્યારથી શરૂ થશે સુવિધા?

Published : 14 December, 2023 08:02 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Indigo: અમદાવાદ અને અયોધ્યાને જોડતી ફ્લાઇટ્સ 11 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ નવા ફ્લાઈટ રૂટનો ઉદ્દેશ્ય તીર્થયાત્રીઓને દિલ્હી અને અમદાવાદ બંનેથી અયોધ્યા સુધી સીધો પ્રવેશ આપવાનો છે.

ઈન્ડિગો ફ્લાઇટની ફાઇલ તસવીર

ઈન્ડિગો ફ્લાઇટની ફાઇલ તસવીર


ભારતીય એરલાઇન ઇન્ડિગો (Indigo) તરફથી હવે એવી જાહેરાત કરવામાં આવી છે કે તેણે અયોધ્યાને (Ahmedabad To Ayodhya Non-Stop Flight) તેના સ્થાનિક રૂટ નેટવર્કમાં ઉમેરી દીધું છે. એટલે જ કે ઈન્ડિગો કંપનીએ અયોધ્યાને તેના 86મા સ્થાનિક ગંતવ્ય અને એકંદરે 118મા ગંતવ્ય તરીકે સામેલ કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિગો અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ફ્લાઈટ્સ ઓપરેટ કરશે.

ઈન્ડિગો (Indigo) દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હીથી અયોધ્યાની પહેલી એટલે કે ઉદ્ઘાટન ફ્લાઇટ 30 ડિસેમ્બર, 2023ના રોજ થવાની છે, જે દિલ્હીથી અયોધ્યામાં લેન્ડ થવા જઈ રહી છે. ત્યારબાદ દિલ્હી અને અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઇટ્સ માટે કોમર્શિયલ કામગીરી 06 જાન્યુઆરી, 2024 થી શરૂ થશે, અને એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે અમદાવાદ અને અયોધ્યાને જોડતી ફ્લાઇટ્સ (Ahmedabad To Ayodhya Non-Stop Flight) 11 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. 



અમદાવાદ-અયોધ્યા કનેક્ટિવિટી વધશે


વાસ્તવમાં અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે એવી પણ આશા રાખવામાં આવી છે કે અયોધ્યામાં હવાઈ મુસાફરીમાં લોકોનો વધારો થશે.

બસ આ જ બાબતને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો (Indigo)એ હવે  જાહેરાત કરી દીધી છે કે આ નવા ફ્લાઈટ રૂટનો ઉદ્દેશ્ય તીર્થયાત્રીઓને દિલ્હી અને અમદાવાદ બંનેથી અયોધ્યા સુધી સીધો પ્રવેશ આપવાનો છે. આ સાથે ભારત અને વિદેશમાં ફેલાયેલા ઈન્ડિગોના નેટવર્ક વચ્ચેની કનેક્ટિવિટીને પણ વેગ મળશે.


એરપોર્ટનું કામ પૂર્ણ થવામાં છે 

અયોધ્યામાં બની રહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે તો રનવેનું કામ પણ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટર્મિનલ બિલ્ડિંગનું 95 ટકાથી પણ વધુ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. સૌથી પહેલા અયોધ્યાથી રાજધાની દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ (Ahmedabad To Ayodhya Non-Stop Flight) શરૂ થવા જઈ રહી છે. 

ઈન્ડિગો-સ્પાઈસ જેટે દ્વારા કરવામાં આવ્યો હતો સર્વે 

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી જવા માટે અઠવાડિયામાં સાતેય દિવસ ફ્લાઈટ મૂકવામાં આવશે. અને અમદાવાદ જવા માટે અઠવાડિયામાં 3 દિવસ આ સર્વિસ આપવામાં આવવાની છે. ઈન્ડિગો તેમ જ સ્પાઈસજેટે તાજેતરમાં શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ સર્વે હાથ ધર્યો હતો. સર્વે બાદ જ ઈન્ડિગો (Indigo)એ 6 જાન્યુઆરીથી અહીં ફ્લાઈટ ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટને લાયસન્સ આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ ખાતે 11 જાન્યુઆરીથી નોન સ્ટોપ ડાયરેક્ટ ફ્લાઈટની સુવિધા શરૂ કરી દેવામાં આવનાર છે. મળતી માહિતી અનુસાર જેનું મહત્તમ ભાડું હાલ 3,999 હોવાનું જાણવા મળ્યું છે. જો મુસાફરીના સમયની વાત કરવામાં આવે તો અમદાવાદથી અયોધ્યા પહોંચતા આ ફ્લાઈટમાં મુસાફરોએ 1 કલાક 50 મિનિટનો સમય લાગશે.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2023 08:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK