Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‘ઇન્ડિગો’ પૅસેન્જરે ચા-કૉફી પીવા માટે નાસ્તો ફરજિયાત કેમ લેવો પડે?

‘ઇન્ડિગો’ પૅસેન્જરે ચા-કૉફી પીવા માટે નાસ્તો ફરજિયાત કેમ લેવો પડે?

Published : 13 December, 2023 12:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍરલાઇન્સ સામે ઉઠાવેલા આ સવાલે સોશ્યલ મીડિયામાં જગાવી ચર્ચા

પ્રતીકાત્મક તસવીર

What`s Up!

પ્રતીકાત્મક તસવીર


હવાઈ મુસાફરી દરમ્યાન મોટા ભાગની ઍરલાઇન્સ કંપનીઓ દ્વારા પૅસેન્જરોને ફૂડ આઇટમ્સ અથવા પીણાં મન ફાવે એ ભાવે વેચવામાં આવે છે. હાલમાં ડૉ. પ્રશાંત નાયર નામના પૅસેન્જરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને જાણે અનેક પૅસેન્જર્સના દિલની વાતને વાચા આપતાં લખ્યું હતું કે ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટમાં ચા કે કૉફી અલગથી ખરીદી શકાતી નથી.’ 
એક્સ યુઝર @dprasanthnairએ ઇન્ડિગોના નાસ્તાના મેનુનાં પિક્ચર પોસ્ટ કર્યાં હતાં, જેમાં જોવા મળ્યું હતું કે કેવી રીતે પીણાં ફક્ત કૉમ્બોમાં ઉપલબ્ધ છે. ઇન્ડિગોની ફ્લાઇટ પરના તેમના તાજેતરના અનુભવને શૅર કરતાં તેમણે લખ્યું કે ‘તાજેતરમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં ટ્રાવેલ કર્યું. જાણીને આશ્ચર્ય થયું કે આ ઍરલાઇન્સ ચા-કૉફી અલગ વેચતી નથી. જો તમારે માત્ર ચા-કૉફી લેવી હોય તો તમારે નાસ્તો+ડ્રિન્ક્સ એટલે કે કૉમ્બો પૅક ૨૦૦ રૂપિયામાં ખરીદવું પડશે એટલે કે એક ચા-કૉફીની કિંમત ૨૦૦ રૂપિયા હશે.’

જ્યારે આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ત્યારે ઇન્ડિગોએ જવાબ આપ્યો કે ‘સારા અને સસ્તા નાસ્તાનો અનુભવ પૂરો પાડવા માટે અમે અમારી સેવાઓમાં સુધારો કર્યો છે. આ પહેલ ગો ગ્રીન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. અમારા ગ્રાહકો હવે ઑનબોર્ડ ખરીદેલા કોઈ પણ નાસ્તા સાથે કૉમ્પ્લીમેન્ટરી પીણાંનો આનંદ પણ લઈ શકે છે.’
વાત માત્ર ચા-કૉફી પીવી હોય તો શું કરવું એની હતી, પણ ઍરલાઇને એ વાતનો જવાબ આપવાનું સાવ ટાળી દીધું હતું. 



સોશ્યલ મીડિયા પર લોકો ઇન્ડિગોના આ પ્રતિભાવથી સંતુષ્ટ નથી. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ઇન્ડિગોએ ક્યારેય દાવો કર્યો નથી કે તેઓ કસ્ટમર ઓરિયેન્ટેડ છે અને વાસ્તવમાં તેઓ છે પણ નહીં. મારા જેવા લોકો તેમની ફ્લાઇટનો ઉપયોગ કરે છે, કારણ કે કોઈ બીજો ઑપ્શન નથી. અમુક જગ્યાએ ઑપ્શન હોય છે ત્યાં મોટા ભાગના લોકો આ કંપનીની ફ્લાઇટનો ઉપયોગ કરતા નથી. એક વ્યક્તિએ લખ્યું કે થોડા દિવસ પછી લોકો ઇન્ડિગો છોડીને ઍર ઇન્ડિયા તરફ વળી જશે.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2023 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK