Ayodhya Temple Priest: અયોધ્યાના રામમંદિરના પૂજારી તરીકે ગાઝિયાબાદના મોહિત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હવે તેનો એક અશ્લીલ ફેક વીડિયો સામે આવ્યો હતો.
મોહિત પાંડે
અયોધ્યામાં નિર્માણ પામવા જઈ રહેલ રામમંદિરના પૂજારી તરીકે ગાઝિયાબાદના મોહિત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ પૂજારી (Ayodhya Temple Priest) તરીકે જ્યારથી તેની નિમણૂક થઈ ત્યારથી તેની વિરુદ્ધ પેંતરા રચવામાં આવી રહ્યા છે. એવું પણ સામે આવ્યું છે કે આ પૂજારીના ફેક ફોટા પણ વાયરલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત મોરચાના વડા હિતેન પીઠડિયા એ કોંગ્રેસના નેતા છે જેમણે રામ મંદિરના નવનિયુક્ત પૂજારી (Ayodhya Temple Priest) મોહિત પાંડેનો અશ્લીલ તેમ જ ફેક ફોટો વાયરલ (Fake Porn Video of Ayodhya Ram Temple Priest Goes Viral) કર્યો હતો. તેમણે કરેલી પોસ્ટમાં એક પુરુષ અન્ય મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. સાથે જ આ કૉન્ગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે તે વ્યક્તિ નવા નિયુક્ત પાદરી મોહિત પાંડે જ છે.
ADVERTISEMENT
કોંગ્રેસના નેતાએ આ પોસ્ટ શૅર કરીને સાથે એવું લખ્યું હતું કે, “શું તમે આને અયોધ્યા રામ મંદિરના પૂજારી બનાવી રહ્યા છો? “ આવી પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં કપાળ પર તિલક અને ચંદન લગાવેલો એક વ્યક્તિ અન્ય એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. બે ખરાબ તસવીરો વાયરલ થઈ છે.

જોકે, આ ફેક ફોટો (Fake Porn Video of Ayodhya Ram Temple Priest Goes Viral)નો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વિરોધ ઉગ્ર બનતાં જ કોંગ્રેસ નેતા હિતેન પીઠડિયાએ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. પરંતુ તેમની આવી હરકતોને કારણે રામ મંદિરને લઈ લોકોમાં અફવાઓ ફેલાઈ ગઈ. અયોધ્યા પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. અયોધ્યા પોલીસે ટ્વિટર પર માહિતી આપી છે કે તેમનું સાયબર વિભાગ આ મામલે તપાસ અને જરૂરી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.
प्रिय @Uppolice @ayodhya_police @igrangeayodhya उक्त हितेंद्र नामक व्यक्ति हमारे राम मंदिर के लिए चुने गए पुजारी के ख़िलाफ़ किसी साजिश के तहत फर्जी फोटो उनके बता कर वायरल करके एक प्रॉपगेंडा फैला कर उनको बदनाम कर रहा हैं एंव हम सभी सनातनियों की धार्मिक भावनाओं को आहत कर रहा हैं,… pic.twitter.com/lvFcAeB6jc
— Avkush Singh (@AvkushSingh) December 11, 2023
અશ્લીલ ફોટો વાયરલ કરનાર નેતાની ધરપકડ
પ્રાપ્ત અહેવાલો અનુસાર કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાએ એક ફેક વીડિયો વાયરલ (Fake Porn Video of Ayodhya Ram Temple Priest Goes Viral) કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ વિડિયોમાં અશ્લીલ હરકતો કરનાર રામ મંદિરના પૂજારી (Ayodhya Temple Priest) છે., પરંતુ હવે આ નેતાની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠાડિયાની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે અને IPC 469, 509, IPC 295A અને IT એક્ટ હેઠળ કેસ પણ દાખલ કર્યો છે.
આખરે જે યુવકની પૂજારી તરીકે નિમણૂક થઈ છે તે કોણ છે?
મળતી માહિતી અનુસાર રામ્ મંદિરમાં પૂજારી તરીકે ગાઝિયાબાદના યુવક મોહિત પાંડેની પસંદગી થઈ છે. જે દૂધેશ્વર વૈદિક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. સાથે જ મંદિરના પૂજારી (Ayodhya Temple Priest) બનવામાં રસ ધરાવતા 3,000 અરજદારોમાંથી પસંદ કરવામાં આવ્યો છે. સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
યુવક મોહિત પાંડેએ શેનો અભ્યાસ કર્યો છે?
પ્રાપ્ત અહેવાલો અનુસાર મોહિત પાંડેએ સામવેદનો અભ્યાસ કર્યો છે. તેણે વેંકટેશ્વર વૈદિક યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. સાથે જ આચાર્યની પદવી મેળવ્યા બાદ તે હાલમાં પીએચ.ડી.ની તૈયારી પણ કરી રહ્યો છે. તેણે દૂધેશ્વર વૈદિક યુનિવર્સિટીમાં સાત વર્ષ ધર્મ અને સંસ્કારોનો અભ્યાસ કર્યો. છેલ્લા 23 વર્ષથી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને વૈદિક શિક્ષણ આપી રહ્યો છે.
