Junagadh Violence : ગુજરાત જૂનાગઢમાં જ્યારે મહાનગરપાલિકાએ એક દરગાહને નોટિસ આપી ત્યારે લોકોએ ઉશ્કેરાઈ જઈને શનિવારે સાંજે પોલીસ ચોકીને નિશાન બનાવી અને તેના પર હુમલો કર્યો. પથ્થરમારાની આ ઘટનામાં 1 DSP, 3 મહિલા PSI સહિત પોલીસકર્મીઓ ઘાયલ થયા.
પ્રતીકાત્મક તસવીર
Junagadh Violence : ગુજરાત (Gujarat) જૂનાગઢમાં જ્યારે મહાનગરપાલિકાએ એક દર્ગાને નોટિસ આપી ત્યારે લોકોએ ઉશ્કેરાઈ જઈને શનિવારે સાંજે પોલીસ ચોકીને નિશાન બનાવી અને તેના પર હુમલો કર્યો. પથ્થરમારાની આ ઘટનામાં 1 DSP, 3 મહિલા PSI સહિત પોલીસકર્મીઓ ઘાયલ થયા.
વહીવટીતંત્રે આ દર્ગાને લઈને નોટિસ આપી હતી અને ગઈકાલે રાત્રે તેને હટાવવાની હતી. આ અંગે વિરોધ કરી રહેલી ભીડ ગુરુવારે મોડી રાત્રે બેકાબૂ બની હતી.
ADVERTISEMENT
દર્ગાને લઈને હોબાળો મચાવનારા અને ચાર પોલીસકર્મીઓને ઈજા પહોંચાડનારા લોકોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દરેકને એ જ દર્ગાની સામે ઊભા કરવામાં આવ્યા અને બેલ્ટ વડે માર મારવામાં આવ્યો.
ગુજરાતના (Gujarat) જૂનાગઢમાં (Junagadh) ગઈકાલે રાત્રે (15-16 જૂન) સેંકડો લોકોના ટોળાએ ગેરકાયદે દર્ગા પર હોબાળો કર્યો હતો. ગેરકાયદે બાંધકામ સામે વહીવટીતંત્રની સૂચના બાદ ટોળાએ ઉગ્ર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. હુમલામાં ડેપ્યુટી એસપી, મહિલા પીએસઆઈ અને એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.
રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનો સળગાવી દીધા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવો પડ્યો. હાલ આ વિસ્તારમાં ભારે તણાવ છે. મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
શું છે મામલો?
જૂનાગઢના ઉપરકોટ એક્સટેન્શનમાં આવેલી દર્ગા અંગે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામની નોટિસ આપવામાં આવી હતી. વિસ્તારના લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિમાં આ ગુસ્સો બેકાબૂ બન્યો હતો અને જૂનાગઢમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જે દર્ગાને હટાવવાની નોટિસ આપવામાં આવી હતી તે મજેવડી દરવાજાની સામે જ આવેલી છે.
પાંચ દિવસની સમયમર્યાદા બાદ પણ નોટિસ અંગે કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો, ત્યારબાદ વહીવટીતંત્રે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે સાંજે મનપાની ટીમ ડિમોલિશનની નોટિસ મુકવા પહોંચી હતી, જેની સામે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. થોડી જ વારમાં આ ભીડ બદમાશોમાં ફેરવાઈ ગઈ અને પોલીસ પર પથ્થરમારો કરવા લાગી. આ દરમિયાન ત્યાં ઉભેલા વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં 200-300 લોકોની ભીડ પથ્થરમારો કરતી અને વાહનો તોડતી જોવા મળી રહી છે. હિંસા ફાટી નીકળ્યા બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.
જાણો શું છે પોલીસનું નિવેદન
પોલીસ પ્રમાણે હાલ સ્થિતિ કાબૂમાં છે અને સેંકડો પોલીસકર્મચારીઓ આખા જૂનાગઢ શહેરમાં તૈનાત કરવામાં આવ્યા છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જૂનાગઢના એસપી રવિ શેટ્ટીએ જણાવ્યું કે, "મજેવડી રોડ પાસે એક રસ્તા પર દર્દા છે. તે દર્ગાને કૉર્પોરેશને પાંચ દિવસ પહેલા નોટિસ જાહેર કરી હતી કે જો કોઈની પાસે એનું ક્લેમ છે તો તે કૉર્પોરેશનમાં રજૂ કરે. આ નોટિસ પર નારાજગી વ્યક્ત કરવા માટે શુક્રવારે 500-600 લોકો ત્યાં એકઠા થયા હતા અને રસ્તો રોકવાનો પ્રયત્ન કરવા માંડ્યા. ત્યાર બાદ પોલીસ ત્યાં પહોંચી જેમાં ડીએસપી હિતેશ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામેલ હતા. એક કલાકથી પણ વધારે સમય સુધી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે સમયે કોઈકે પાછળથી પત્થરમારો અને નારેબાજી પણ શરૂ કરી દીધી. પોલીસે ત્યાર બાદ લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો તે પત્થરમારામાં અનેક પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થઈ ગયા."

