Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમરેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો

અમરેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો

23 October, 2019 09:44 AM IST | અમરેલી

અમરેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતાં પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં ખેડૂતો માટે ફરી નિરાશાભર્યા સમાચાર વહેતા થયા છે.
પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારીમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

સુરત શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. સુરતના અઠવાલાઈન્સ, પાર્લે પૉઇન્ટ, રિંગ રોડમાં વરસાદ પડ્યો હતો. સુરતમાં ધીમીધારે વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. સુરતમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ શહેરના અઠવાલાઇન્સ પાર્લે પૉઇન્ટ - રિંગ રોડ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના ધારીના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલીના દલખાણિયા અને સરસિયા પંથકમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.



આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, દીવમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દરિયાકિનારાના વિસ્તાર પોરબંદરના ઘેડ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ભાવનગરના મેથળા, કેરાળા, દાઠા સહિતના ગામડામાં વરસાદ પડતાં જગતનો તાત ચિંતામાં પેઠો છે.


અમરેલીના સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકામાં વરસાદ પડતાં મગફળી સહિતના અનેક પાકને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદથી મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. હજી પણ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, ખાંભા અને જેસર સહિતના તાલુકામાં અચાનક તૂટી પડેલા વરસાદના કારણે કેટલાક ખેડૂતોને રોવાનો સમય આવ્યો છે. ખેડૂતોએ લણણી બાદ પાક ખેતરમાં મૂક્યો હતો અને અચાનક વરસાદ તૂટી પડવાથી પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું માનવું હતું કે વરસાદ પડે તે પહેલાં પાકને સુરક્ષિત સ્થળે પહોંચાડી દે, પરંતુ ખેતરમાં ઢગલો કરેલો પાક પલળી જવાથી નુકસાન ભોગવવું પડ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 09:44 AM IST | અમરેલી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK