Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ૩૬૨ બંગલાદેશીઓને ઊંઘતા ઝડપી લીધા પોલી

ગુજરાતમાં ૩૬૨ બંગલાદેશીઓને ઊંઘતા ઝડપી લીધા પોલી

Published : 04 June, 2026 10:15 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે રાતે અમદાવાદ, સુરત, કચ્છ, રાજકોટ, આણંદ, વડોદરા સહિતનાં શહેર અને જિલ્લાઓમાં ગેરકાયદે રીતે રહેતા બંગલાદેશીઓને શોધી કાઢવા હાથ ધરાયું ઑપરેશન ડેલ્ટા હન્ટ ઃ ૭૮૨થી વધુ શંકાસ્પદ બંગલાદેશીઓની કરાઈ રહી

અમદાવાદમાં ગેરકાયદે રીતે રહેતા બંગલાદેશીઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડીને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લાવ્યા હતા.

અમદાવાદમાં ગેરકાયદે રીતે રહેતા બંગલાદેશીઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડીને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લાવ્યા હતા.


ગુજરાત પોલીસે મંગળવારે રાતે અમદાવાદ, સુરત, કચ્છ, રાજકોટ, આણંદ, વડોદરા, અરવલ્લી સહિતનાં શહેરો અને જિલ્લાઓમાં ગેરકાયદે રીતે રહેતા બંગલાદેશીઓને શોધી કાઢવા ઑપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું હતું જેમાં ૩૬૨ ઘૂસણખોર બંગલાદેશીઓને ઝડપી લીધા હતા, જ્યારે ૭૮૨થી વધુ શંકાસ્પદ બંગલાદેશીઓની અટકાયત કરીને પૂછપરછ થઈ રહી છે.  

ગુજરાત પોલીસે આ ઑપરેશન માટે ઝીણવટપૂર્વક પ્લાન કર્યો હતો. રેઇડ પડતાં ઘૂસણખોરો રાજ્યની બહાર ભાગી ન જાય એ માટે બસ-ડેપો, રેલવે-સ્ટેશનો પર નાકાબંધી ગોઠવી હતી જેના કારણે રેઇડ દરમ્યાન નાસી જવાની કોશિશ કરી રહેલા ૧૮ જેટલી શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવી હતી. 



પોલીસે કરેલી તપાસ દરમ્યાન એવા કિસ્સાઓ પણ ધ્યાનમાં આવ્યા હતા કે પકડાયેલા ઘૂસણખોર બંગલાદેશીઓમાંથી કેટલાક બેથી ૪ વર્ષ પહેલાં અથવા એનાથી પણ વધુ સમય પહેલાં પશ્ચિમ બંગાળનાં જુદાં-જુદાં ગામડાંઓ અને ક્ષેત્રોમાંથી ભારતમાં ઘૂસ્યાં હતાં. ત્યાં સ્થાનિક વચેટિયાઓની મદદથી પશ્ચિમ બંગાળના લોકલ ડૉક્યુમેન્ટ્સ બનાવી એના આધારે આધારકાર્ડ પણ 
મેળવ્યું હતું.   


૬૨૦૦થી વધુ શંકાસ્પદ બંગલાદેશીઓનો ડેટાબેઝ કેવી રીતે તૈયાર કર્યો પોલીસે?

ગુજરાતના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે કહ્યું હતું કે ‘આ ઝુંબેશ ટેક્નિકલ ડેટા અને ફીલ્ડ વેરિફિકેશન પર આધારિત છે. સાઇબર સેન્ટર ઑફ એક્સેલન્સ દ્વારા મળેલા ટેક્નિકલ તેમ જ લોકલ ઇનપુટ્સના આધારે ગુજરાતમાં વ્યાપક ટેલિકૉમ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એના આધારે બંગલાદેશના નંબરો સાથે વાસ્તવિક વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઇલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરાયો છે. આ પદ્ધતિથી ૬૨૦૦થી વધુ શંકાસ્પદ બંગલાદેશીઓનો ડેટાબેઝ એકત્ર કરી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.’  


ક્યાંથી કેટલા પકડાયા?

ગુજરાતમાંથી કુલ ૩૬૨ ગેરકાયદે બંગલાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી એમાં ૧૦૩ પુરુષ, ૧૮૮ મહિલા અને ૭૧ બાળકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં સૌથી વધુ ૧૬૬ બંગલાદેશી નાગરિકો અમદાવાદ શહેરમાંથી, અમદાવાદ ગ્રામ્યમાંથી ૩૪, સુરત શહેરમાંથી ૮૪, પૂર્વે કચ્છ–ગાંધીધામમાંથી ૧૩ અને ભરૂચમાંથી ૧૨ સહિત વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બંગલાદેશી નાગરિકો પકડાયા છે.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 10:15 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK