દ્વારકાથી ગાંધીનગર જતી ગુજરાત રાજ્યની એસટી બસના સ્લીપર કોચમાં હર્ષ સંઘવી રાજકોટથી રાતે બેઠા હતા અને મોડી રાતે અમદાવાદ ઊતર્યા હતા
હર્ષ સંઘવીએ એસટી બસના મુસાફરો સાથે ટાઇમ સ્પેન્ડ કર્યો હતો
ગુજરાતના વાહનવ્યવહાર અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નવતર પ્રયાસના ભાગરૂપે રાજકોટથી અમદાવાદ સુધી રાતે એસટી બસમાં મુસાફરી કરી હતી અને એસટી બસના મુસાફરો સાથે ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. દ્વારકાથી ગાંધીનગર જતી ગુજરાત રાજ્યની એસટી બસના સ્લીપર કોચમાં હર્ષ સંઘવી રાજકોટથી રાતે બેઠા હતા અને મોડી રાતે અમદાવાદ ઊતર્યા હતા. તેઓ સામાન્ય મુસાફરની જેમ જ બસમાં બેઠા હતા અને અન્ય મુસાફરો સાથે વાતચીત કરીને આત્મીયતા કેળવી હતી. કેટલાક મુસાફરોએ તેમની સાથે સેલ્ફી લીધો હતો તો ખુદ હર્ષ સંઘવીએ પણ યાદગીરી માટે પોતાના મોબાઇલમાં મુસાફરો સાથે સેલ્ફી લીધો હતો.


