ભાગ્યે જ કોઈને ખબર હશે કે વિધાનસભાના ઇલેક્શનના પ્રચાર માટે ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં ફ્રન્ટ રોમાં બેઠેલાઓએ કાળાં કપડાં નહીં પહેરવાં એવું નક્કી થયું છે

ચૂંટણીસભાની બહાર ઊભેલા ભાજપીઓ
ગુજરાત વિધાનસભા ઇલેક્શનના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે રહેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં આગળની બાજુએ જો તમે બેસવા માગતા હો તો તમારે બ્લૅક કપડાં નથી પહેરવાનાં. હા, આ એક વણલખ્યો નિયમ બનાવવામાં આવ્યો છે અને આ નિયમના ભાગરૂપે ધોરાજીની જાહેર સભામાં વીઆઇપી અને પ્રેસ એન્ટ્રી પાસે બીજેપીના કાર્યકરો હાથમાં ટીશર્ટ લઈને ઊભા હતા. જો તમારે અંદર જવું હોય અને તમે કાળાં કપડાં પહેર્યાં હોય તો તમારે અહીંથી ટીશર્ટ બદલાવી લેવાનું.
બીજેપીના કાર્યકરો જે ટીશર્ટ આપતા હતા એના ફ્રન્ટ પર ગુજરાત વિધાનસભામાં પ્રમોટ કરવામાં આવતો ‘ડબલ એન્જિઈન સરકાર’નો લોગો હતો તો બૅક સાઇડ પર ઑલમોસ્ટ એક ફુટનો નરેન્દ્ર મોદીનો ફોટો હતો.
ADVERTISEMENT
અનેક સ્થાનિક લોકો સહિત સ્થાનિક કેબલ ન્યુઝ ચૅનલમાં કામ કરતા એક કૅમેરામૅને બ્લૅક ટીશર્ટ પહેર્યું હતું, પણ આ કાર્યક્રમ તેણે શૂટ કરવાનો હોવાથી તેણે મેદાનમાં જ પોતાનું ટીશર્ટ કાઢીને બીજેપીનું ભગવા રંગનું ટીશર્ટ પહેરવું પડ્યું હતું.

