Gujarat Crime News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પતિ-પત્નીના સંબંધોને શરમમાં મૂકે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પતિએ પોતાની પત્નીને મિત્રોના સહારે રૂપિયા 50 હજારામાં વેચી નાખી હોવાનો ખુલાસો થયો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પતિ-પત્નીના સંબંધોને શરમમાં મૂકે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પતિએ પોતાની પત્નીને મિત્રોના સહારે રૂપિયા 50 હજારામાં વેચી નાખી હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલો છુપાવવા માટે આરોપીએ પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, પોલીસની ટેકનિકલ તપાસમાં આખું કાવતરું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે મુખ્ય આરોપી પતિ સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના અંગેની માહિતી પ્રથમવાર દિવ્ય ભાસ્કર દ્વારા બહાર લાવવામાં આવી છે. તપાસમાં ડીસાના બે લોકો સહિત કુલ સાત આરોપીઓની સંડોવણી સામે આવી છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી અગાઉ પણ અન્ય મહિલાઓને ફોસલાવી ભાગી જવાનો ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, મૂળ ધાનેરાનો રહેવાસી અને હાલ પાલનપુરમાં વસવાટ કરતો આરોપી પોતાની પત્ની સાથે રહેવા ઇચ્છતો ન હતો. સામાજિક રીતે છૂટાછેડા શક્ય ન હોવાથી તેણે પત્નીથી છૂટકારો મેળવવા ભયાનક પ્લાન બનાવ્યો. 11 મે 2026ના રોજ તેણે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાએ નવો વળાંક ત્યારે લીધો જ્યારે બે દિવસ બાદ, એટલે કે 13 મેના રોજ, આરોપી પોતે પણ ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ તેના પિતાએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. એક જ પરિવારના બે સભ્યો અચાનક ગુમ થતાં પોલીસને શંકા ગઈ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી.
તપાસ દરમિયાન પોલીસે સૌથી પહેલાં આરોપી પતિને શોધી કાઢ્યો હતો. ટેકનિકલ પુરાવા અને પૂછપરછ દરમિયાન તે ભાંગી પડ્યો અને સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે પીડિત મહિલાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી હતી.
તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 50 હજારમાં મિત્રોને સોંપી દેવામાં આવી
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આરોપી પતિએ પોતાના મિત્રો સાથે મળીને પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 50 હજારમાં મિત્રોને સોંપી દેવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને અજાણી જગ્યાએ લઈ જઈ સાત દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. આ દરમિયાન તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મહિલાના કાનની સોનાની બુટ્ટીઓ પણ લૂંટી લેવામાં આવી હતી.
તપાસમાં ડીસાના બે લોકો સહિત કુલ સાત આરોપીઓની સંડોવણી સામે આવી છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી અગાઉ પણ અન્ય મહિલાઓને ફોસલાવી ભાગી જવાનો ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે.
Share
Share
27 May, 2026 01:41 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK