° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


આવતા વર્ષથી ગુજરાતમાં મેડિકલ અને ટે​ક્નિકલ કૉલેજમાં માતૃભાષા ગુજરાતીમાં કરાવાશે અભ્યાસ

19 January, 2023 12:27 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે ગઈ કાલે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘નવી એજ્યુકેશન પૉલિસી માટે ખૂબ સારી રીતે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અગામી સમયમાં મેડિકલ અને ટે​ક્નિકલ કોર્સ માટે ગુજરાતી અભ્યાસક્રમોની પણ તૈયારીઓ કરી છે

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક

અમદાવાદ : ગુજરાતમાં આવતા વર્ષથી મેડિકલ અને ટે​​​​ક્નિકલ કૉલેજોમાં પ્રથમ વર્ષમાં માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવશે અને એના માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં અભ્યાસ કરી શકે એ માટે માતૃભાષામાં અભ્યાસ-સામગ્રી ડિઝાઇન કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે.

ગુજરાતના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે ગઈ કાલે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘નવી એજ્યુકેશન પૉલિસી માટે ખૂબ સારી રીતે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અગામી સમયમાં મેડિકલ અને ટે​ક્નિકલ કોર્સ માટે ગુજરાતી અભ્યાસક્રમોની પણ તૈયારીઓ કરી છે. મને આશા છે કે આવતા વર્ષથી જ પહેલા વર્ષના અભ્યાસક્રમ માટે ગુજરાતી માધ્યમમાં ભણાવી શકીએ એ પ્રકારની તૈયારીઓ સરકારે કરી છે.’

આ પણ વાંચો : અમદાવાદ મેટ્રો રેલના સમયમાં સવારે અને સાંજે બે કલાકનો કરાશે વધારો

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ગુજરાતના વિવિધ ટે​ક્નિકલ, મેડિકલ અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ-સામગ્રી ડિઝાઇન કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે અને એના ભાગરૂપે વિવિધ યુનિવર્સિટીઓને જે-તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી છે. એજ્યુકેશન પૉલિસીમાં દર્શાવેલાં ધ્યેયો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.’

19 January, 2023 12:27 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

જાડાં ધાન્યની વાનગીઓનો રસથાળ બનાવ્યો તાપી જિલ્લાની મહિલાઓએ

તાપી જિલ્લાના વ્યારામાં બાજરી, જુવાર, રાગી, નાગલી જેવાં જાડાં ધાન્યમાંથી મહિલાઓએ ગોળપાપડી, ખીચડો, થેપલાં, મૂઠિયાં, ઢોકળાં, પૂડલા સહિત અવનવી ડિશ બનાવી

29 January, 2023 10:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

ડબલ ટ્રબલઃ ગુજરાતમાં મહા મહિનામાં પડ્યો માવઠાનો માર

અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર પડ્યો કમોસમી વરસાદ, અષાઢી માહોલથી રવી પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયાં, એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ પડતાં નાગરિકોને બેવડી ઋતુની બેવડી તકલીફ કરવી પડી સહન

29 January, 2023 09:55 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

મોરબી બ્રિજ હોનારતના કેસમાં ૧૨૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી

આ ચાર્જશીટમાં મુખ્ય આરોપી અને ‘ભાગેડુ’ તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું

28 January, 2023 11:04 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK