Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કલોલમાં કાળ બનીને આવી લકઝરી બસ , પાંચ વ્યક્તિને ભરખી ગઈ

કલોલમાં કાળ બનીને આવી લકઝરી બસ , પાંચ વ્યક્તિને ભરખી ગઈ

11 May, 2023 12:25 PM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

બસની આગળ ઊભેલા મુસાફરો લોખંડની ઍન્ગલ અને એસ. ટી. બસ વચ્ચે દબાઈ જતાં ચાર જણનાં ઘટના સ્થળે મૃત્યુ અને એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મૃત્યુ, પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


ઉત્તર ગુજરાતના કલોલમાં ગઈ કાલે અંબિકા એસ. ટી. બસ સ્ટૅન્ડ પાસે પાછળથી આવેલી લકઝરી બસ એસ. ટી. બસને ધડાકાભેર અથડાતાં બસની આગળ ઊભેલા મુસાફરો લોખંડની ઍન્ગલ અને એસ. ટી. બસ વચ્ચે દબાઈ જતાં ચાર મુસાફરોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં અને એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, જયારે પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઍ​ક્સિડન્ટ એવો કમકમાટીભર્યો હતો કે દુર્ઘટનાથી લોકો હચમચી ઊઠ્યા હતા અને  મૃતકોના પરિવારજનોના આક્રંદથી હૃદયદ્રાવક સ્થિતિ સર્જાઈ હતી. 

કલોલમાં હાઇવે પર આવેલા અંબિકા બસ સ્ટૅન્ડ પાસે ગઈ કાલે એક એસ. ટી. બસ આવીને ઊભી હતી અને એમાંથી પૅસેન્જર્સ નીચે ઊતરી રહ્યા હતા, જ્યારે બસમાં જેઓ બેસવાના હતા તેઓ અને અન્ય મુસાફરો એસ. ટી. બસનો દરવાજો આગળ હોવાથી આગળની સાઇડે ઊભા હતા. આ દરમ્યાન અચાનક જ એક લક્ઝરી બસ એસ. ટી. બસને પાછળથી જોરદાર અથડાઈ હતી, જેને કારણે એસ. ટી. બસ આગળ ઠેલાઈ હતી, જેથી બસની આગળ ઊભા રહેલા મુસાફરો બસ અને રોડ સાઇડની લોખંડની ઍન્ગલ વચ્ચે દબાઈ ગયા હતા, જ્યારે મહિલા સહિતના કેટલાક મુસાફરો નીચે પડી ગયા હતા. દબાઈ ગયેલા મુસાફરોએ બચવા માટે મરણિયા પ્રયાસ કર્યા હતા. આ ઘટનાને કારણે લકઝરી બસનો ડ્રાઇવર નાસી ગયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2023 12:25 PM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK