Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ૬ મહિના બાદ શરૂ થઈ દાનની ગણતરી

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ૬ મહિના બાદ શરૂ થઈ દાનની ગણતરી

Published : 29 October, 2026 09:17 AM | IST | Banaskantha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

CCTV કૅમેરાના સર્વેલન્સમાં ૧૦ દિવસ સુધી ચાલશે કાઉન્ટિંગ

બહુચરાજી મંદિરમાં આવેલા દાનની રકમની ગણતરી કરી રહેલા કર્મચારીઓ.

બહુચરાજી મંદિરમાં આવેલા દાનની રકમની ગણતરી કરી રહેલા કર્મચારીઓ.


ઉત્તર ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ગોલકમાં આવતા દાનની ગણતરી ૬ મહિના બાદ ગઈ કાલથી શરૂ થઈ છે. ઉચ્ચ અધિકારીઓ અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના સર્વેલન્સમાં ૨૦થી વધુ કર્મચારીઓએ દાનમાં આવતી રકમની ગણતરી શરૂ કરી છે જે ૧૦ દિવસ સુધી ચાલશે.   

બહુચરાજી મંદિરના નાયબ વહીવટદાર સુરેશ ઠાકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરમાં આવતા દાનની રકમની ગણતરી શરૂ કરી છે. ૬ મહિનાથી આ ગણતરી બાકી હતી જે શરૂ કરી છે. એક નાયબ કલેક્ટર, બે નાયબ મામલતદાર, ૩ રેવન્યુ તલાટી અને મંદિરનો ૨૦ જણનો સ્ટાફ ગણતરી માટે બેઠો છે. CCTVની દેખરેખ હેઠળ આ ગણતરી શરૂ થઈ છે. સવારે ૧૦ વાગ્યે ચાલુ કરીને સાંજે ૬ વાગ્યા સુધી દાનના રકમની ગણતરી ચાલશે. મંદિરમાં બૅન્કનો સ્ટાફ પણ હાજર રહેશે જેથી દિવસ દરમ્યાન જેટલી રકમની ગણતરી થશે એટલી રકમ બૅન્કના કર્મચારી જમા લઈ લેશે.’     
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના બહુચરાજીમાં આવેલું બહુચરાજી માતાજીનું મંદિર માઈભક્તોમાં આસ્થાનું સ્થાનક છે. અહીં બાળકોની બાબરી ઊતરાવવા માટેનું ખાસ મહત્ત્વ છે. અગણિત લોકો પોતાનાં બાળકોની બાબરી અહીં ઉતારીને બહુચરાજી માતાના આશીર્વાદ મેળવે છે. વર્ષ દરમ્યાન નવરાત્રિ સહિતના પ્રસંગોએ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીનાં દર્શન માટે શ્રદ્ધાપૂર્વક આવીને ધન્યતા અનુભવે છે.  


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 09:17 AM IST | Banaskantha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK