Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન સિંદૂર પછી પહેલી વાર ભારતે પાકિસ્તાનના કોઈ મિનિસ્ટરને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું

ઑપરેશન સિંદૂર પછી પહેલી વાર ભારતે પાકિસ્તાનના કોઈ મિનિસ્ટરને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું

Published : 29 October, 2026 10:07 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાને હજુ સુધી નક્કી કર્યું નથી કે આ ફોરમ પર એના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણ કરશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


ભારતે પાકિસ્તાનના હેરિટેજ ઍન્ડ કલ્ચર મિનિસ્ટર ઔરંગઝેબ ખાન ખિચીને આવતા મહિને દિલ્હીમાં યોજાનાર શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઈઝેશન (SCO)ના સિવિલાઇઝેશન ડાયલૉગ ફોરમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. ગયા વર્ષે ચીનના તિયાનજિનમાં SCO સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત આ પહેલનો હેતુ સભ્ય દેશો વચ્ચે લોકો વચ્ચેના સંબંધો અને સાંસ્કૃતિક સમજણને મજબૂત બનાવવાનો છે. જો ઔરંગઝેબ ખાન ખિચી ભારત આવે તો ૨૦૨૩ પછી પાકિસ્તાની પ્રધાનની આ પહેલી ભારત મુલાકાત હશે. અગાઉ ૨૦૨૩માં પાકિસ્તાનના તત્કાલીન વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોએ SCO માટે ગોવાની મુલાકાત લીધી હતી. SCOની બેઠક વીસથી ૨૨ નવેમ્બર દરમિયાન દિલ્હીમાં પુરાના કિલ્લા ખાતે યોજાશે.

પાકિસ્તાને હજુ સુધી નક્કી કર્યું નથી કે આ ફોરમ પર એના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણ કરશે. આ બેઠક એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે દેશો વચ્ચે પ્રાચીન સંસ્કૃતિઓ અને પરસ્પર ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિમંત્રાલય અને વિદેશમંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. રશિયા અને ચીન સહિત ૧૦ દેશોના નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 10:07 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK