Coronavirus Outbreak: અંબાજી મંદિર ફેરવાયું ક્વોરન્ટાઈન વોર્ડમાં
ખેડબ્રહ્મા અંબાજી મદિરની ફાઈલ તસવીર
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા અંબે માતાના મંદિરનો કોરોનાના મહાસંકટમાં સદુપયોગ થઈ રહ્યો છે. આ મંદિરના રૂમોમાં ક્વોરેન્ટાઈન વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં હાલ આરોગ્ય વિભાગના કર્મચારીઓને જ ક્વોરેન્ટાઈન કરાયા છે. અમદાવાદથી પાછી ગયેલી મેડિકલ ટીમને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે.
મંદિરના પ્રાંગણમાં આવેલ પાંચ રૂમોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના તબીબો અને સ્ટાફ સહિત 20 જણાને અહીં ક્વોરેન્ટાઈન કરાયા છે. ચાર જણાની એક ટીમમાં બે તબીબ, ફાર્માસિસ્ટ અને મહિલા હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. આ મેડિકલ ટીમ ત્રણ દિવસની કામગીરીમાં કોરોના વૉરિયર બન્યા હતા. કોરોનાને લઈને અમદાવાદમાં ડેપ્યુટશન પર હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્માની પાંચ ટીમોને દસ દિવસ માટે મોકલવામાં આવી હતી. આ ટીમે ત્રણ દિવસમાં અમદાવાદમાં કેટલા પોઝેટીવ કેસ છે તે અને તેના પરિવારોને ક્બોરન્ટાઈણ કરવાની કામગિરી કરી હતી. અમદાવાદ જેવા હૉટસ્પોટ વિસ્તારમાં ફરજ બજાવીને પાછી ફરેલી આ પાંચેય ટીમોનો ટેસ્ટ થવો બહુ જરૂરી હતો. એટલે તેમની માટે વિશેષ અંબાજી મંદિરમાં આઈસોલેશન વોર્ડ બનાવીને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.


