Gujarat: સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીને 26 જાન્યુઆરીના રોજ ઈનામ આપવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
Gujarat: સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીને 26 જાન્યુઆરીના રોજ ઈનામ આપવામાં આવશે.
ગુજરાત (Gujarat)ની એક સ્કૂલની વિદ્યાર્થિની અર્નાઝબાનૂ (Arnazbanu)ના પિતાએ સ્કૂલ પર ધર્મના આધારે ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું કે સ્કૂલે ટૉપર્સને સન્માનિત કર્યા, પણ તેમનું દીકરીનું સન્માન ન કરવામાં આવ્યું કારણકે તે મુસ્લિમ છે.
ADVERTISEMENT
ગુજરાતની એક સ્કૂલમાં 77મા સ્વતંત્રતા દિવસે 10મા અને 12મા ધોરણના ટૉપર્સને સન્માનિત કરવામાં આવવાના હતા, આ માટે સ્કૂલની એક વિદ્યાર્થિની અર્નાઝબાનૂ ખૂબ જ ઉત્સાહિત હતી કારણકે તેને મંચ પર સૌથી પહેલા બોલાવીને સન્માનિત કરવામાં આવવાની હતી. અર્નાઝબાનુએ 10મા ધોરણમાં 87 ટકા મેળવીને ટૉપ કર્યું હતું.
પણ એવું થયું નહીં. ઘટના મહેસાણા જિલ્લાના લુનાવા ગામના કેટી પટેલ સ્મૃતિ વિદ્યાલયની છે. જ્યાં કહેવાતી રીતે ધર્મના આધારે વિદ્યાર્થી સાથે ભેદભાવ કરવામાં આવ્યો અને ટૉપર અર્નાઝબાનનુને સન્માનિત ન કરવામાં આવી.
માહિતી પ્રમાણે, અર્નાઝબાનુ રડતા રડતા ઘરે ગઈ, તેના પિતા સનવર ખાને ઘટના વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું.
"તેણે અમને જણાવ્યું કે જે પુરસ્કાર તેને મળવું જોઈતું હતું, તે બીજું સ્થાન મેળવનાર વિદ્યાર્થીને આપી દેવામાં આવ્યું. હું સ્પષ્ટીકરણ માગવા માટે સ્કૂલ ગયો અને શિક્ષકોને મળ્યો, પણ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. જો કે, તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે ઈનામ 26 જાન્યુઆરીના રોજ આપવામાં આવશે. તેમ છતાં મારો પ્રશ્ન એ જ છે કે 15 ઑગસ્ટના કેમ નહીં આપવામાં આવ્યો?" - અર્નાઝબાનુના પિતા સનવર ખાન
આની સાથે તેમણે કહ્યું કે, "અમે પેઢીઓથી અહીં રહીએ છીએ, ખેડૂત છે પણ અત્યાર સુધી અમારા પરિવારે કોઈપણ પ્રકારનો ભેદભાવ સહન નથી કર્યો. પણ હવે મારી દીકરીને ઈનામ આપવાની ના પાડી દેવામાં આવી, જેના પર તેનો હક હતો."
સ્કૂલ પ્રશાસને શું કહ્યું?
કેટી પટેલ સ્મૃતિ વિદ્યાલયના પ્રિન્સિપલ બિપિન પટેલે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી સ્કૂલ કોઈપણ પ્રકારના ભેદભાવ વિરુદ્ધ કડકક નીતિ ધરાવે છે. યોગ્ય વિદ્યાર્થીને 26 જાન્યુઆરીના રોજ ઈનામ આપવામાં આવશે. કારણકે તે 15 ઑગસ્ટના રોજ રજા પર હતી આથી તેને ઇનામ આપી શકાયું નથી."
સનવર ખાને આનો વિરોધ કરતા કહ્યું, "પ્રિન્સપિલ જે પણ દાવો કરે પણ મારી દીકરી તે દિવસે સ્કૂલ ગઈ હતી. સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે, જો કોઈને તપાસ કરવી હોય તો કરી લે."
સ્કૂલના એક શિક્ષત અનિલ પટેલે કહ્યું કે, "પુરસ્કાર ઔપચારિક રીતે 26 જાન્યુઆરીના રોજ આપવામાં આવશે."
આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર અનેક એક્ટિવિસ્ટ અને લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના `બેટી બચાઓ, બેટી પઢાઓ`ના સંદેશ પર પ્રશ્નો ખડા કર્યા છે.


