Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > તૂટી પડેલો ગંભીરા બ્રિજ ટૂ-વ્હીલર્સ માટે ખુલ્લો મુકાયો

તૂટી પડેલો ગંભીરા બ્રિજ ટૂ-વ્હીલર્સ માટે ખુલ્લો મુકાયો

Published : 05 April, 2026 09:51 AM | Modified : 05 April, 2026 10:52 AM | IST | Gujarat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તૂટેલા ભાગ પર લોખંડનું માળખું બેસાડીને બ્રિજ ફરી ચાલુ કરાયો

ગંભીરા બ્રિજ પરથી પસાર થવા આવેલાં ટૂ-વ્હીલર્સ. ગંભીરા બ્રિજના છેડે મુકાયેલું બોર્ડ અને બ્રિજ પરથી પસાર થઈ રહેલાં ટૂ-વ્હીલર્સ. ગંભીરા બ્રિજના તૂટી ગયેલા ભાગ પર લોખંડનું માળખું બેસાડવામાં આવ્યું છે.

ગંભીરા બ્રિજ પરથી પસાર થવા આવેલાં ટૂ-વ્હીલર્સ. ગંભીરા બ્રિજના છેડે મુકાયેલું બોર્ડ અને બ્રિજ પરથી પસાર થઈ રહેલાં ટૂ-વ્હીલર્સ. ગંભીરા બ્રિજના તૂટી ગયેલા ભાગ પર લોખંડનું માળખું બેસાડવામાં આવ્યું છે.


મધ્ય ગુજરાતમાં પાદરાના મુજપરથી આંકલાવના ગંભીરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ ટૂ-વ્હીલર્સ માટે ફરી ખુલ્લો મુકાયો છે. ટૂ-વ્હીલર્સ માટે આ બ્રિજ ફરી ખુલ્લો મુકાતાં ખાસ કરીને નોકરિયાત વર્ગને રાહત થઈ છે. માત્ર ૨૪ કલાકમાં જ ૧૫,૦૦૦થી વધુ ટૂ-વ્હીલર્સ આ બ્રિજ પરથી પસાર થયાં હતાં.  

ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ પૂલના તૂટી પડેલા ભાગને જોડવા માટે લોખંડનું માળખું તૈયાર કરીને બેસાડવામાં આવ્યું છે. આ માળખું બેસાડ્યા બાદ લોડ-ટેસ્ટિંગ સહિતની નિયત પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી અને ત્યાર બાદ આ બ્રિજ ટૂ-વ્હીલર્સ અને રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી ફોર-વ્હીલર્સ પસાર ન થાય એ માટે બ્રિજના બન્ને છેડે બૅરિકેડિંગ કરાયું છે. આ ઉપરાંત પોલીસ અને હોમગાર્ડ તહેનાત કરવામાં આવ્યાં છે. બ્રિજ પર સેફટી માટે બન્ને બાજુ ક્રૅશ-બૅરિયર તથા રોડ-સેફટી બોર્ડ અને લેન-ડિવાઇડ માટે સ્પ્રિંગ-પોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. ટૂ-વ્હીલર્સ માટે બ્રિજ ખુલ્લો મુકાયા બાદ વડોદરા અને આણંદ તરફથી મોટી સંખ્યામાં ટૂ-વ્હીલર્સ એના પરથી પસાર થઈ રહ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 10:52 AM IST | Gujarat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK