BSF, ગુજરાત ફ્રન્ટિયરે કહ્યું હતું કે ‘BSFના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલી એક સંદિગ્ધ વ્યક્તિને જોઈ હતી
ઘૂસણખોરી કરતી વખતે ઠાર થયેલો પાકિસ્તાની.
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના સતર્ક જવાનોએ ૨૩ મેએ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. આ ઘૂસણખોરનો મૃતદેહ વાવ રેફરલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
BSF, ગુજરાત ફ્રન્ટિયરે કહ્યું હતું કે ‘BSFના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલી એક સંદિગ્ધ વ્યક્તિને જોઈ હતી. જવાનોએ તેને ચેતવણી આપી હતી, પરંતુ તે સતત આગળ વધી રહી હતી ત્યારે હાલતને જોઈને BSFના જવાનોએ ફાયરિંગ કર્યું હતુ જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળ પર માર્યો ગયો હતો.’


