કૉન્ગ્રેસે આ બે નિમણૂક કરીને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) અને આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે અને ગુજરાતમાં સુકાની બદલાયા છે
ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે ફરી અમિત ચાવડાની નિમણૂક થઈ હતી.
કૉન્ગ્રેસે ફરી એક વાર ગુજરાત કૉન્ગ્રેસનું સુકાન અને કમાન અમિત ચાવડાને સોંપીને ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે નીમ્યા છે, જ્યારે વિધાનસભ્ય ડૉ. તુષાર ચૌધરીની ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના નેતા તરીકે નિમણૂક કરી છે.
વિધાનસભામાં કૉન્ગ્રેસના નેતા તરીકે ડૉ. તુષાર ચૌધરીની નિમણૂક થઈ હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલે ગુજરાત કૉન્ગ્રેસ કમિટીના પ્રમુખપદેથી રાજીનામું આપતાં આ જગ્યા ખાલી પડી હતી. કૉન્ગ્રેસે આ બે નિમણૂક કરીને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) અને આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે અને ગુજરાતમાં સુકાની બદલાયા છે ત્યારે હવે આવતા સમયમાં ગુજરાતમાં કૉન્ગ્રેસને કેવી સફળતા મળે છે એ જોવું રહ્યું.

