Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બનાવટી આઇટી અધિકારી બની ૯૦ લાખ પડાવનાર મલાડના આરોપીને અમદાવાદ સાઇબર ક્રાઇમે પકડ્યો

બનાવટી આઇટી અધિકારી બની ૯૦ લાખ પડાવનાર મલાડના આરોપીને અમદાવાદ સાઇબર ક્રાઇમે પકડ્યો

20 September, 2022 08:37 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

પ્રીતેશ મિસ્ત્રીએ પહેલા જૉબ આપવાના બહાને ખોટી કંપની બનાવી, ત્યાર બાદ બનાવટી ઈડી અને આઇટીના અધિકારી બનીને ધમકી આપીને રૂપિયા પડાવ્યા

પ્રીતેશ દિલીપકુમાર મિસ્ત્રી

Crime News

પ્રીતેશ દિલીપકુમાર મિસ્ત્રી


જૉબ આપવાના બહાને ખોટી કંપની બતાવીને ઈડી અને આઇટીના બનાવટી અધિકારી બની ધમકી આપીને ૮૯.૪૭ લાખ રૂપિયા પડાવી લેનાર ગૅન્ગના મલાડમાં રહેતા સભ્ય પ્રીતેશ મિસ્ત્રીને અમદાવાદ સાઇબર ક્રાઇમે ઝડપી લીધો છે.

અમદાવાદના સાઇબર ક્રાઇમમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે નોકરીડૉટકૉમ પર ઑનલાઇન ઍપ્લિકેશન રજિસ્ટર કરાવી હતી. એ પછી એપ્રિલ ૨૦૨૨માં એક અજાણ્યા માણસનો તેને ફોન આવ્યો હતો કે તમે નોકરી માટે અપ્લાય કરી છે, તો જો તમારે નોકરી જોઈતી હોય તો પૈસા આપવા પડશે. એટલે ફરિયાદીએ ના પાડતાં અજાણ્યા ઇસમે કહ્યું કે અમારી કંપની તમારા પૈસા ભરી આપશે અને જ્યારે તમને નોકરી મળે ત્યારે કંપનીમાં પૈસા પાછા આપજો. એ પછી એ વ્યક્તિએ ફોન કટ કરી દીધો હતો. થોડા સમય બાદ બીજા અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટનો અધિકારી બોલું છું. તમારા નામે કોઈ કંપનીએ સાડાચાર કરોડનો ચેક તથા એક કરોડ એંસી લાખનો ચેક આપ્યો છે. આ પૈસા આતંકવાદીઓના ખાતામાંથી આવેલા હોવાથી તમારી પૂછપરછ માટે તમારે દિલ્હીમાં અમારી સમક્ષ હાજર થવું પડશે. જો તમે હાજર નહીં થાઓ તો તમારા ઘરે આવી તમને ઉપાડી જઈશું. આમ ફરિયાદીને ધરપકડની ખોટી ધમકી આપવામાં આવી હતી. થોડી વાર પછી અન્ય ઇસમનો ફોન આવ્યો અને પતાવટ માટે કહ્યું, જેથી ફરિયાદીએ ગભરાઈ જતાં પૈસા આપવાની હા પાડી અને અલગ-અલગ બૅન્ક મારફત આરટીજીએસ-આઇએમપીએસ મારફત ઑનલાઇન ૮૯,૪૭,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં સાઇબર ક્રાઇમ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



સાઇબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ ઍનૅલિસિસ કરી તથા બૅન્ક-અકાઉન્ટ નંબરના સ્ટેટમેન્ટનું ઍનૅલાઇઝર કરી મુંબઈના મલાડ-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એસ્સાર એ ઓમકાર બિલ્ડિંગમાં રહેતા આરોપી પ્રીતેશ દિલીપકુમાર મિસ્ત્રીને પકડીને અટક કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ કરતાં આ કેસમાં બીજા આરોપીઓ દિલ્હીમાં હોવાનું બહાર આવતાં તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2022 08:37 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK