Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > NEET-UGની રીએક્ઝામ પહેલાં વધારે એક આત્મહત્યા

NEET-UGની રીએક્ઝામ પહેલાં વધારે એક આત્મહત્યા

Published : 19 June, 2026 12:25 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં ત્રાગડ વિસ્તારના હાઇરાઇઝ બિલ્ડિંગના ફ્લૅટમાંથી ટીનેજરે લગાવી છલાંગ : ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ ન મળતાં પોલીસ મૂંઝવણમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદમાં શૈક્ષણિક દબાણની એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં આગામી ૨૧ જૂને યોજાનારી નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ 
(NEET-UG)ની રીએક્ઝામમાં બેસનારા ૧૭ વર્ષના હોનહાર વિદ્યાર્થીએ ગુરુવારે વહેલી સવારે પોતાના અપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. સાબરમતી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે મધરાત બાદ આશરે ૨.૫૫ વાગ્યે ત્રાગડ વિસ્તારમાં આવેલા ઍરિસ્ટો આનંદમ ફ્લૅટના બી-બ્લૉકમાં બની હતી. સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડે ટીનેજરને કૉમન એરિયામાં ગંભીર હાલતમાં પડેલો જોઈને તાત્કાલિક રહીશોને અલર્ટ કર્યા હતા, પરંતુ તેને હૉસ્પિટલ લઈ જતાં જ ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. અધિકારીઓએ જણાવ્યું કે તે વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી હતો અને તેણે અગાઉની પરીક્ષાઓમાં પણ ખૂબ સારા માર્ક્સ મેળવ્યા હતા. તેનાં માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હોવાથી તે અમદાવાદમાં તેની મમ્મી અને નાના ભાઈ સાથે રહેતો હતો જ્યારે તેના પપ્પા સુરતમાં વકીલાત કરે છે. આશ્ચર્યની વાત એ છે કે પરિવારના સભ્યોએ તે કોઈ પણ પ્રકારના માનસિક તાણમાં હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 12:25 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK