૩૦૦૦ પોલીસ અને ૫૦ બુલડોઝર સાથે શરૂ થયું મેગા ડિમોલિશન : ૮૫૦૦ ગેરકાયદે મકાનો તોડી પડાયાં
તળાવને ૭ અલગ-અલગ બ્લૉકમાં વિભાજિત કરીને ૫૦ બુલડોઝરથી ૮૫૦૦ જેટલાં કાચાં-પાકાં દબાણ દૂર કરવામાં આવ્યાં
અમદાવાદના ચંડોળા તળાવમાં ઊભાં થયેલાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓ સહિત ૩૦૦૦ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે કૉર્પોરેશનના એસ્ટેટ વિભાગની ૫૦ ટીમના ૩૫૦ અધિકારીઓ સહિતના કર્મચારીઓએ સવારે ૭ વાગ્યાથી ગેરકાદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તળાવને ૭ અલગ-અલગ બ્લૉકમાં વિભાજિત કરીને ૫૦ બુલડોઝરથી ૮૫૦૦ જેટલાં કાચાં-પાકાં દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં અને આશરે ૨.૫૦ લાખ ચોરસ મીટર જેટલી તળાવની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

